________________
મહાજનની આણ : ગઈકાલ અને આજે
(વર્તમાનકાળના ધર્મનિષ્ઠ સુશ્રાવકોને જિનશાસનના ઉદ્દાત ભાવિ માટે પુરુષાર્થ કરવા માટે સન્માર્ગ સૂચક, ચાલુ સદીનો જ વિશિષ્ટ માર્ગદર્શન આપતો આ લેખ વાંચીને, મનન કરીને સામૂહિક રીતે સુગ્રથિત પ્રયત્નો કરવા માટે છે.)
મહુવામાં મહા સુદ તેરસના દિવસે શ્રી જીવિતસ્વામી ભગવાન શ્રી મહાવીરસ્વામીના દેરાસરની વર્ષગાંઠ હતી. આ પ્રસંગે મહુવામાં ત્રણ દિવસની અમારી સ્થિરતા થઈ. હવે ત્યાંથી વિહાર કરી, વાલાવાવ ગામે આવ્યા અને ત્યાંથી દાઠા આવ્યા છીએ. અહીંથી વિહાર કરી તળાજા તીર્થ થઈ ડેમ પહોંચવાની ભાવના છે.
મહુવા હતા ત્યારે, શ્રી મહાવીર સ્વામીજીના દેરાસરની મૂળ પ્રતિષ્ઠા ક્યારે, ક્યા વર્ષમાં થઈ? એ સમયે કયા આચાર્ય ભગવંતની શુભ નિશ્રા હતી? આ બધું જોવા જાણવા માટે પેઢીના જૂના ચોપડા જોવા માંડ્યા !
આ ચોપડામાંથી એક અદ્ભુત માહિતી જાણવા મળી. વાત એવી હતી કે, સાધ્વીજી શ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી એ ચોપડાના પાનાં ફેરવતા હતા તેમાં એક પાનાં પર તેમની નજર પડી. તે પાનાં પર લખાયેલ એક ઠરાવને વાંચીને રોમાંચિત થયા ! વર્ષો પહેલાના એ દિવસોમાં, કંદમૂળ વગેરે ભક્ષ્યનું ભક્ષણ ન જ કરવું એવી હિતની વાતો, વ્યાખ્યાન દરમિયાન થઈ હતી એ અનુસંધાનમાં આ પાનાં પર ઉતારાયેલ એક ઠરાવ વાંચવામાં આવ્યો જે ખૂબ પ્રેરક, પૂરક અને પ્રોત્સાહક બની રહે તેવો લાગ્યો એટલે તેમણે મને વાત કરી અને એ ઠરાવ બતાવ્યો.
હું તો એ જોઈને ઊંડા વિચારમાં પડી ગયો. બે મિનિટ માટે ખોવાઈ ગયો. તમે પહેલા એ ઠરાવ જુઓ પછી એ અંગેનું મારું વિચાર-વલોણું જણાવું.
ઠરાવ શ્રી મહુવાના જૈન સંઘ સમસ્ત મળી આજરોજ ઠરાવ કરીએ છીએ કે હોટલની ચા-દૂધ પીવાં તે ઘણું ગેરવાજબી છે. તેથી તે બંધ કરવાની જરૂર જણાતાં નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો છે :
૧. હોટલની ચા-દૂધ કોઈએ પીવાં નહીં તેમ ઘર કે દુકાને લાવવા નહીં તેમ કોઈને પાવું નહીં. - ૨. હોટલ કરવા મકાન કોઈ હોટલવાળાને ભાડે આપવું નહીં.
ઉપરના ઠરાવ વિરુદ્ધ જે કોઈ વરતશે તેની પાસેથી રૂ. ૧ સવા દંડ લેવામાં આવશે અને બાબત નીચેના ગૃહસ્થોની કમીટી નીમવામાં આવી છે.
૧. શેઠ કુંવરજીભાઈ લાલચંદ મહુવા ૨. શેઠ બાબુભાઈ વીરચંદ ૩. દોશી વનમાળીદાસ જાદવજી ૪. દોશી ગુલાબચંદ વીઠલદાસ ૫. દોશી હરજીવન મુળજી
ઉપરના ગૃહસ્થો ઉપરની બાબતમાં ખાત્રી કરી દંડની રકમ (રૂ. ૧ સવા) આપવા ઠરાવ કરે તે પ્રમાણે કસુર કરનારે તુરત દંડની રકમ આપી દેવી.
ઉપરની બાબતની બાતમી આપનારને દંડની રકમમાંથી રૂ. ચા અરધો આપવામાં આવશે અને બાકીનો ૩. શા મા'જન ખાતે જમા કરવો.
ઉપરનો ઠરાવ આજરોજ સંધે મળીને કર્યો છે અને તે ઠરાવ આજરોજથી અમલમાં મૂક્યો છે. આ. ૧૯૭ના આસો વદ ૫ સોમવાર,
વાત વિ. સં. ૧૯૭૬ની છે. માત્ર એંસી વર્ષ પહેલાં આપણે ત્યાં મહાજનની આવી આણ પ્રવર્તતી હતી.
૨૪૦: પાઠશાળા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org