________________
ઊભો થા, તું!
ગુજરાતને ધ્રુજાવનારો ધરતીકંપ થયો, તેના સ્વરૂપની એક કવિતા, શ્રી જયન્ત પંડ્યાની, આપણે જોઈ. તેમાં ભૂકંપનો આંખે દેખ્યા અહેવાલનું એક કવિની બાનીમાં વર્ણન છે. આ બીજી કવિતા જોઈએ. આ કવિતામાં ભૂકંપના અનુભવથી નિરાશ અને હતાશ થયેલ વ્યક્તિને, નિરુદ્યમીમાંથી “ઉદ્યમી બનાવવા માટેનું આહ્વાન છે.
મુનિ ભુવનચંદ્રજી મારા મિત્ર છે. સર-રુચિનું સામ્ય છે તેથી મૈત્રી રચાઈ છે. તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી કચ્છમાં જ વિચારે છે. ૨૬મીના, ભૂકંપના દિવસે તેઓશ્રી ભદ્રેશ્વર તીર્થની નજીકના વડાલા ગામમાં જ હતા, જેવી ભૂકંપની ધ્રુજારી આવી, જેવી ભૂકંપની ઘરઘરાટી સંભળાઈ તેવા તેઓ બહાર નીકળી ગયા. ક્ષણવારમાં તો પડતાં મકાનોની ધૂળ-પથ્થરો-ઈટોથી આકાશ છવાઈ ગયું. મુનિશ્રી આ બધું સ્તબ્ધ નજરે જોઈ રહ્યા.
મુનિશ્રી ભુવનચંદ્રજી એક સાધક છે. તેમણે આ બધું તટસ્થ થઈને જોયું. અરે ! મૃત્યુના ભયને સાવ નજીકથી જોયું. તેઓ સંપૂર્ણ તટસ્થ રહ્યા. કલાક પછી તો તેઓ તરત શ્રી ભદ્રેશ્વર તીર્થના દેરાસર વગેરે સ્થાનોને જોવા નીકળ્યા. તેઓશ્રી, ત્યાંના અનેક ગામોની હાલત જોઈને ત્યાંના માણસને બેઠો કરવાના કામે લાગી ગયા છે.
પોતે સ્વયં કવિહૃદયી છે. ક્યારેક-ક્યારેક તેઓ ગુજરાતી તથા હિંદીમાં, પોતાના હૈયાની ભાષા ઉમેરીને પ્રાસંગિક કાવ્યો રચે છે. ૨૯મી જાન્યુઆરીએ એક હિંદી કાવ્ય રચ્યું જેમાં જે બન્યું તેનો ચિતાર અવતર્યો છે : ઠેર હો ગયા, અરે ! ક્યા સે ક્યા હો ગયા ! ૩૦મીએ માણસને માણસ બનવા માટેના પ્રેરણારૂપ ઉદ્ગાર આવ્યા ગુજરાતીમાં.
પણ, માણસને જ્યારે ઘોર નિરાશામાં ગરક થયેલો તેમણે જોયો ત્યારે, ઠેઠ ૧૩મી ફેબ્રુઆરીએ, વેદની પવિત્ર વાણી - “ઉનિષ્ઠત - જાગ્રત' - એમના જોમભર્યા હૃદયમાંથી પ્રગટી આવી. આ એ કાવ્ય છે :
ઊભો થા તું! અલ્યા ભાઈ ઊભો થા તું ઊભો થા તું ભાઈ મારા ઊભો થા તું ઊભો થા તું
કેમ કરે વાતું? મોડું તને થાતું તારે મારગડે ચાલ્યો જા તું ચાલ્યો જા તું..
ન્યું ગગન અને ડોલ્યા ડુંગર ત્યારે તારાં અંગો થયાં રે! ધૂળ-ધૂળ, અડબડિયું ખાઈને ભોંયે પટકાય તું,
તોય તારાં ઊબડે ના મૂળ, એવી તારી જાતું ઝટ ઊભો થા તું
તારી હસ્તીનાં ગીત ગા તું. છૂટ્યો સંગાથ ભલે, લાંબી છે વાટ ભલે,
જો ને લંબાય નવા હાથ, રાત પછી રાત નથી, જેવી-તેવી વાત નથી,
માથે બેઠો છે દીનાનાથ, જો ને તેજ રતું આ ગગને પથરાતું
તેજ” આંખોમાં ભરતો જા તું.. કુદરતનાં બાળ સૌ, કુદરતની ગોદમાં,
શાની લાગે છે, તને બીક? ખોટું લગાડ મા, વખત બગાડ મા,
માડી જે કરશે તે ઠીક, છોડ બીજી વાતું મૂકીને પંચાતું કામ સોપેલું કરતો જા તું કરતો જ તું અલ્યા ભાઈ, ઊભો થા તું ઊભો થા તું
ભાઈ મારા ઊભો થા તું ઊભો થા તું. નિરાશામાંથી આશામાં લાવવા માટે તેઓ સીધું આમંત્રણ આપે છે આ દેશની ભાષામાં જ તો ! પ્રેમાળ સંબોધન છે. હેતાળ સંબોધન છે -અલ્યા ભાઈ, ઊભો. થા તું,
૧૯૨:પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org