________________
તું તારું સંભાળ
નિશાળના વર્ગમાં છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષાના પ્રશ્ન પત્રો વહેંચાયા. ઉત્તરવહીનાં પાનાં ફરતાં હતાં એનો અવાજ પણ સંભળાય એવી નીરવ શાંતિ છવાયેલી હતી. પ્રશ્નપત્રોના પ્રશ્નો સમજવામાં અને એના ઉત્તર મનમાં ગોઠવવામાં વિદ્યાર્થીઓ પરોવાયેલાં હતાં. ઊંચું જોવાની કોઈને ફુરસદ ન હતી.
બાસઠ વિદ્યાર્થીઓમાં એક એવો હતો કે જે ચોત૨ફ મોં ફેરવીને અન્ય વિદ્યાર્થીઓને જોયા કરતો ! કોઈ વિદ્યાર્થી ઉત્તર શોધવાની મથામણમાં માથું ખંજવાળી રહ્યો હતો; કોઈ ઉત્તર લખતાં પહેલાં પેનમાં આવેલી વધારાની શાહી માથાના વાળ સાથે ઘસતો...
...આમ આજુબાજુ જોતાં, એણે પણ જરા-તરા લખવાનું શરૂ કર્યું, ત્યાં કોઈ છોકરો પોતાના બુટથી પાટલીને ઠપકારી તાલ આપતો હતો તે તરફ ધ્યાન ગયું. એની બાજુનો છોકરો પોતાના ચશ્મા કાઢી, ખમીસની ચાળથી સાફ કરતો હતો એ પર નજર પડી. આગળના વિદ્યાર્થીએ, પ્રશ્ન ન સમજાતાં, બાજુનાને પૂછવા લાગ્યો, ‘હમણાં વાત ન કર મને લખવા દે' એમ એને જવાબ મળ્યો.
આ બધું જોવામાં ઘણો સમય વિતતો ગયો. ખાસ કાંઈ લખાયું પણ નહીં. એટલામાં પરીક્ષક મહાશયે જાહેર કર્યું ઃ હવે પંદર મિનિટ બાકી રહી છે. ચીવટવાળા વિદ્યાર્થીઓ પોતપોતાની ઉત્તરવહી આપીને ચાલવા પણ લાગ્યા. તે બધાને પણ આ વિદ્યાર્થી રસપૂર્વક જોતો રહ્યો ! કોણે કેવું શર્ટ પહેર્યું છે, કોણે કેવી રીતે વાળ ઓળ્યા છે, કોણે કેવા પગરખાં પહેર્યા છે તેનું જ નિરિક્ષણ કરતો રહ્યો. સમય વહેતો રહ્યો...
‘બધા ઉત્તરવહી આપી દો. સમય પૂરો થયો.' શિક્ષકે જાહેર કર્યું. બાકીના વિદ્યાર્થીએ બહાર નીકળી ગયા ત્યારે પેલો વિદ્યાર્થી ‘ઓહો ! મારે તો ઉત્તરો લખવાના બાકી રહી ગયા !' એમ અફસોસ કરતો ઝટપટ ઉતાવળે ઉતાવળે લખવા લાગ્યો, પણ એટલામાં તો શિક્ષક ખુદ એની પાસે આવીને ઉત્તરવહીના પાનાં લઈ લે છે. પેલો વિદ્યાર્થી કાલાવાલા કરી કહે છે ઃ પ્લીઝ, થોડો વખત આપોને સર ! થોડી વારમાં બધુ લખી લઈશ. શિક્ષક કશું સાંભળ્યા વિના, એની અધુરી ઉત્તરવહી લઈ લે છે વિદ્યાર્થીને વર્ગ બહાર જવાની ફરજ પાડે છે. વીલા મોઢે અને લથડતા પગે એ બહાર નીકળ્યો. બધા મિત્રો એકબીજા સાથે મળીને પોતપોતાના ઉત્તરોની
૨૧૪: પાઠશાળા Jain Education International
ચકાસણી કરી રહ્યા હતા જ્યારે આ વિદ્યાર્થી એકલો અટૂલો મૂંગા જોતો રહ્યો. પરિણામ શું આવ્યું હશે એની તો કલ્પના આપણે કરી શકીએ.
આપણે પણ આ સંદર્ભમાં વિચારવાનું છે. આપણો મનુષ્યભવ એ પરીક્ષાનો પિરિયડ છે. સંસાર એ વર્ગ છે. આપણે ઉત્તરો આપવાના છે. પ્રશ્નો તો સામે જ પડ્યા છે. જો આ માણસ શું કરે છે અને પેલો શું કરે છે; આણે આમ કેમ કર્યું, આણે આમ ન કર્યું હોત તો સારું હતું વગેરે અર્થહીન અને અનધિકૃત પંચાતમાં શક્તિ કે સમયને ન વેડફીને જ્યારે આપણો પિરિયડ પૂરો થાય ત્યારે આપણી તૈયાર ઉત્તરવહી આપીને જવાનું છે. કવિ કરસનદાસ માણેકની પંક્તિઓ યાદ આવે છે :
આ થયું હોત ને તે થયું હોત,
ને જો પે'લું થયું હોત;
અંત સમયે એવા અરતડાની હોય ન ગોતાગોત, હિર હું તો માંગું છું એવું મોત.
જીવનમાં આ રહી ગયું અને તે રહી ગયું. મારે તો આ કામ કરવું જ હતું અને પે’લું કામ કર્યા વિના ચાલે તેમ જ ન હતું. -આવો વ્યર્થ અને વાંઝિયો બળાપો નકામો ગણાશે.
દુનિયાની પારકી પંચાત છોડી, મારા ભાગે આવેલું કામ તે મારો પ્રશ્નપત્ર. એનાં ઉત્તરો હું પ્રમાણિકતાથી, જાતનિષ્ઠાથી આપી દઉં; મારાથી બનતું બધું મેં કર્યું છે, કશી અંચઈ નથી કરી. મારો ચોપડો ખૂલ્લો છે. હવે મૃત્યુને આવવું હોય તો આવે, મને મૃત્યુનો ડર નથી. મારા માટે મૃત્યુ પણ મહોત્સવ છે. પોતાનું સંભાળી, પોતાના કામમાં ડૂબેલા રહીને આપણે આપણા મનુષ્યભવના પેપરને સારી રીતે લખીને, આપીને, સંતોષપૂર્વક અહીંથી જઈએ તો આપણને અખૂટ શાંતિ અને સમાધાન મળશે. એમાં જ આપણા આ ભવની સાર્થકતા છે.
તું તારું સંભાળ, અંતરને અજવાળ; પરિહર પર જંજાળ, થોડો છે તુજ કાળ... જુગનો એહી જ ચાલ, મોટાભાગે બાલ; કાજળ ઘસતાં ગાલ, તું તારું સંભાળ... રીઝયા આપે બાળ, ખીજ્યા આપે ગાળ; ખિણ રેંક ને ખિણ ન્યાલ, તું તારું સંભાળ...
For Private & Personal Use Only
www.jainelibrary.org