________________
ધર્મદેવને જીવિતદાન મળ્યું છે
વર્તમાનપત્રો વર્તમાનને પૂરેપૂરું પ્રતિબિંબિત કરવામાં મહદ્ અંશે નિષ્ફળ નિવડતાં હોય છે. છતાં ક્યારેક બનતી ઉત્તમ અને પ્રેરક ઘટનાનું પ્રતિબિંબ છાપાંના એકાદ ખૂણે ઝિલાઈ જતું નજરે ચડે છે. આવું વાંચીને સત્ પ્રત્યેની મનની આશા પુનર્જીવિત થાય છે. એક એવી ઘટના હમણાં મુંબઈમાં બની. એ વાત ‘જન્મભૂમિ-પ્રવાસી' (૧૯-૧૦- ૧૯૯૯)ના પાનાં સાત પર છપાઈ છે. તે આ પ્રમાણે છે: અમારી ઑફિસમાં કામ કરતાં યુનના ભાઈને સટેબર મહિનાના એક શનિવારે, વરલીના તેમના રહેણાકની સામી બાજુ જતાં, બેસ્ટની બસની અડફેટમાં અકસ્માત થયો. થોડાં કલાકો પછી, ૩૫ વર્ષનો એ યુવાન, બે બાળકો અને પત્નીને નિરાધાર બનાવી અનંતના માર્ગે પ્રયાણ કરી ગયો. પોલિસે રાબેતા મુજબ, બસ ડ્રાઈવરની ધરપકડ કરી અને એને કસ્ટડીમાં ધકેલી દીધો. બી.ઈ. એસ. ટી. કમ્પનીએ પણ આ નવો જ ભરતી થયેલ ડ્રાઈવરને છૂટો કરવા માટેના કાગળિયા તૈયાર કરી પોતાની ફરજ બજાવવાનાં ચક્રો ગતિમાન કર્યા. અહીં આ યુવાનને અગ્નિદાહ આપી પાછા ફરેલા કુટુંબીઓએ અને તેની વિધવા પત્ની તેમજ બાળકોએ, પોતાના આત્મજન પાછળ કાંઈક ધરમકરમ કરવાની વિચારણા કરવા માંડી. સૌ પ્રથમ જ, તેઓને પેલા યુવાન ડ્રાઈવરના પરિવારનો ખ્યાલ આવ્યો, ચિંતા થઈ પોલિસ સ્ટેશને જઈ તે ડ્રાઈવરને છોડવાની વિનંતિ કરી. પોતાને બી.ઈ. એસ.ટી. કે બીજા માધ્યમ થકી મળનાર વળતર જતું કરી, એટલી જ માગણી કરી કે આ યુવાનના પરિવારને અખંડ અને ખીલતું રાખો. કદાચ અમારી વ્યક્તિની કોઈ ચૂકથી અકસ્માત થયો હશે. એ પ્રમાણે લેખિત નોંધ પણ આપી અને તેઓએ પેલા ડ્રાઈવરને છોડાવ્યો અને ફરી કામે લેવા વિનંતિ કરી. ડ્રાઈવરના પરિવાર અને બાળકોને, ખરે જ, તે દિવસે ભગવાનનાં દર્શન થયા જેવી અનુભૂતિ થઈ હશે. આને એક ઉત્તમ ધર્મકાર્ય ગણી શકાય.
(આર. આઈ. મરચંટ)
આ ઘટનાનું આપણે થોડું વિશ્લેષણ કરીએ.
પૈસા સંબંધી ઉદારતાના તો પારાવાર પ્રસંગો બનતા હોય છે, જે આપણાં હૃદયને પ્રભાવિત કરી જતાં હોય છે. એ જ પ્રમાણે માનસિક ઔદાર્યના પ્રસંગો -જતું કરવું, ગળી જવું, મન મોટું રાખીને અણગમતી અને અપમાનજનક ઘટનાને પણ ભૂલી જવી -આવા બધા પ્રસંગોને પણ આપણે બિરદાવીએ છીએ. પણ, પ્રસ્તુત ઘટનાની તો આપણાથી કલ્પના પણ થઈ શકતી નથી ! બા બાળકો અને પત્નીને નિરાધાર બનાવી પરલોકે પ્રયાણ કરી ગયેલી પોતાની વ્યક્તિ, અને તે પણ માર્ગ અકસ્માતમાં. આવું બન્યું હોય ત્યારે તો ખાસ જે વ્યક્તિ દ્વારા આવું બન્યું હોય તેના પર દ્વેષ, અણગમો અને તિરસ્કાર પણ થાય, -ન્યાવત વેર ભાવના પણ બંધાઈ જાય. એ સંજોગોમાં, “પેલા યુવાન ડ્રાઈવરના પરિવારનો ખ્યાલ કરવો, એનો વિચાર આવવો' એ વાત જ આપણને પાર્થિવ લોકમાંથી અપાર્થિવ લોકમાં લઈ જવા પર્યાપ્ત છે.
વિચાર અને ખ્યાલથી પણ આગળ વધીને “કદાચ અમારી વ્યક્તિની કોઈ ચૂકથી અકસ્માત થયો હશે” એવી લેખિત નોંધ આપવી અને એ ડ્રાઈવરને છોડાવવો, તે વાત જ હૃદયના કયા ખૂણામાંથી પ્રગટી હશે એ પ્રશ્ન અનુત્તર જ રહે છે.
આપણે જે માટીના બનેલા છીએ એ માટીમાંથી તો આવી કૌઈ ચીજ નીપજે તેવું આપણે માની શકતાં નથી. છતાં આવા કાળની અંદર પણ આવી ઘટના બને તે જાણીને આપણું મન હતાશાની ગર્તામાંથી બહાર આવે છે. મનમાં એક આશાનો સંચાર થાય છે. નથી ગમતું ઘણું, પણ કૈક એવું ગમે છે; બસ, એણે કારણે, આ ધરતી પર રહેવું ગમે છે.
(કરસનદાસ માણેક) આપણામાં પડેલી સુષુપ્ત માનવચેતનામાં સળવળાટ થાય છે. કવિ સ્વપ્નિલે કહ્યું છે તેવું કહેવાનું મન થઈ આવે છે:
૨૧૮:પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org