________________
બહિર્યાપિકા કાવ્ય સ્વરૂપની સજ્ઝાય
કહેજો ચતુરનર એ કોણ નારી, ધ૨મી જનને પ્યારી રે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે બાળકુમારી રે. કોઈ ઘેર રાતી ને કોઈ ઘેર લીલી, કોઈ ઘેર દીસે પીળી રે; પંચ રૂપી છે બાળકુમારી, મનરંજન મતવાળી રે. હૈડા આગળ ઊભી રાખી, નયણા શું બંધાણી રે; નારી નહીં પણ મોહનગારી, જોગીશ્વરને પ્યારી રે. એક પુરુષ તસ ઉપર ઠાહે, ચાર સખી શું ખેલે રે; એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે.
૨મૂજભરી પ્રશ્નોત્તરી શૈલીને સંસ્કૃતમાં પ્રહેલિકા કહેવામાં આવે છે. એના બે પ્રકાર પૈકી એક, આગળ માણ્યો. હવે બીજો, આ બહિપિકા પ્રકાર માણીએ. અનેક સ્તુતિ,સ્તવન, પદના રચયિતા રૂપવિજયજી મહારાજની આ રચના કાવ્ય-સજ્ઝાયરૂપે સાધુ-સાધ્વીજી મહારાજ કંઠસ્થ કરે છે, દૈવસિક પ્રતિક્રમણમાં બોલે છે. પાંચ કડીના આ કાવ્યનો રસાળ ઉપાડ ઉખાણા શૈલીથી થાય છે. શબ્દો ચમત્કાર કરે છે અને પ્રહેલિકામાં પ્રાણ પુરાય છે.
નવ-નવ નામે સહુ કોઈ માને, કહેજો અર્થ વિચારી રે; વિનયવિજય ઉવજ્ઝાયનો સેવક, રૂપવિજય કહે બુદ્ધિ સારી રે.
સ્વયં બાળકુમારી છે, છતાં જે બેટાને જન્મ આપે તે સુખકારી નીવડે છે. ધરમી જનોને એ વ્હાલી છે. કોઈને ઘે૨ લાલ વર્ણની, તો કોઈને ઘેર લીલા વર્ણની, તો કોઈને ઘેર પીળા રંગની એમ પાંચ વર્ણની જોવા મળે છે. જોનારનું તે મન-રંજન કરે છે. જોગીશ્વર જેવા જોગીશ્વર પણ તેને હૃદય પાસે રાખે છે અને આંખને તો તેના પર જ ઠેરવે છે. આ નારી નથી, તો પણ મોહનગારી છે.
જુઓ તો ખરા ! તેના ઉપર એક પુરુષ ઊભો છે. તે પુરુષ ચાર સખીઓને સાથે રાખે છે. તેના માથા પર એક બેર છે જે કદી છૂટું પડતું નથી. નવા-નવા નામે બધા એને મળે છે.
આ પ્રહેલિકાનો અર્થ વિચારીએ. આનો જવાબ બહા૨થી આણવાનો છે, એટલે કે જવાબ છે ‘નવકારવાળી’ ! આ જાણ્યા પછી બધું સમજાશે. નવકારવાળી ધર્મી આત્માને પ્રિય હોય છે. એ ગણવાથી થતા લાભ તે તેના પુત્રો છે !
૨૦૮:પાઠશાળા
નવકારવાળી રંગ-રંગની હોય છે, લાલ, લીલી, પીળી એમ પંચરંગી મળે છે. એને જોતાં જ મન ખુશ થાય છે. ગણતી વખતે તેને હૃદય પાસે રાખવામાં આવે છે, વારે વારે નજર કરવામાં આવે છે. તે જોગીઓને પણ પ્યારી છે. ગણતી વખતે અંગૂઠો ઉ૫૨ ૨હે છે અને ચાર આંગળીઓ તે અંગૂઠાની સખીઓ છે; તેની સાથે નવકારવાળી આવ-જા કરે છે. એની ઉપર એક ફૂમતું છે, જે કદી છૂટું પડતું નથી.
આ નવકા૨વાળીને જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. કોઈ તસબી કહે છે, કોઈ માળા કહે છે. પાંચ કડી બોલ્યા પછી આ કોયડાનો ઉત્તર કહેવામાં આવે છે - નવકા૨વાળી. આવી પ્રહેલિકા રમૂજ સાથે જ્ઞાનનું પણ દાન કરનારી બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org