________________
દયામય ઐસી મતિ હો જાય
त्रिभुवन की कल्याण - कामना, दिन - दिन बढती जाय ।।
औरों के सुख को सुख समझुं, सुख का करु उपाय ।। अपने दुःख सब सहुँ किन्तु, परदु:ख नहि देखा जाय ।। अधम अज्ञ अस्पृश्य अधर्मी, दु:खी और असहाय ।। सबके अवगाहन हित मम उर, सुरसरि सम बन जाय ।। भूला भटका उलटी मति का, जो हैं जन सनुदाय ।। उसे सुझाउँ सच्चा सत्पथ, निज सर्वस्व लगाय ।। सत्य धर्म हो सत्य कर्म हो, सत्य ध्येय बन जाय ।। સત્યાન્વેષણ મેં હી ‘ ની’ , जीवन यह लग जाय ।।
ત્રણે ભુવનના જીવોનું કલ્યાણ ઇચ્છતાં, એવી ભાવના પ્રગટ કરે છે કે મારા હૃદયમાં ત્રણે ભુવનનાં કલ્યાણની ભાવના રોજ-રોજ વધતી જ જાય. વળી મારું દુ:ખ જે આવે તેને હું સહી લઉં પણ બીજાનું દુઃખ મારાથી જોયું ન જાય. બીજાના સુખને જ સુખ સમજું છું, એવા સુખનો નિરંતર ઉપાય કરું, એવું સુખ બધાને મળે તેનો પ્રયત્ન કરું. આ ભાવનામાં મૈત્રીભાવની સુગંધ આવે છે.
આ કાવ્ય રચાયું એ સમયમાં અસ્પૃશ્ય જીવો માટેની ધૃણા અને સહાનુભૂતિના બન્ને પ્રવાહો સમાંતરે વહેતા હતા એટલે એ શબ્દ આવ્યો છે. અસ્પૃશ્ય - વળી અધર્મી અને દુઃખી; આ ઉપરાંત બીજા ધણા જીવોની સંખ્યા જેમાં છે તે અસહાય - આવા દુઃખીયારા જીવોનું એ દુઃખ દૂર કરવા માટે મારું ઉર-ચિત્ત સુરસરિતા-ગંગા બની જાવ ! કેવો ઉમદા ભાવ છે!
જે જીવો માર્ગ ભૂલેલા છે, ભટકી રહ્યા છે, વિપરીત મતિવાળા છે; જે સુખનાં કારણ છે તેને દુઃખનાં કારણ માની રહ્યા છે અને દુ:ખનાં કારણ છે તેને સુખનાં કારણ સમજીને મહેનત કરી રહ્યા છે – પરિણામે દુ:ખી થઈ રહ્યા છે તે બધાને સાચા સુખનો માર્ગ – મારી બધી સંપત્તિ લગાવીને પણ બતાવું. તેઓ સન્માર્ગે વળે તે માટે બધું જ કરી છૂટું.
મારો ધર્મ સત્ય હો. મારું સમગ્ર જીવન કાર્ય-કર્મ પણ સત્ય હો. અરે ! મારા જીવનનું ધ્યેય પણ સત્ય જ બની જાય અને તે સત્ય માટે મારું જીવન લાગી જાય !
આજના પવિત્ર મંગલ દિવસે મારા મનની આ જ શુભ કામના છે.
આ નાની પણ અનૂઠી રચના કરનાર મહામનીષી નાથુરામજી છે. તેમણે પોતાનું ઉપનામ ‘પ્રેમી” રાખ્યું હતું. તેઓ સાચા અર્થમાં સત્યાન્વેષી – સત્યગવેષક હતા. તેમનું હૃદય કરણાથી અને નિર્મળતાથી છલ છલ હતું. આ નાના પદમાં એનું પ્રતિબિંબ હૂબહૂ ઝીલાયું છે.
આજની મંગલ ક્ષણોમાં એ શબ્દોને મમળાવીએ અને આપણા બનાવીએ, જે વર્ષભર આપણાં મન-વચન-કાયવિચાર-વાણી ને વર્તન બની રહે.
નાથુરામજી “પ્રેમી'
વિક્રમના નૂતન સંવત્સરના પ્રારંભે કાંઈ ને કાંઈ સદ્ભાવના-ભાવિત સંકલ્પ અથવા પ્રાર્થના કરવાનો આપણે ત્યાં ચાલ છે, તે સારું છે.
આવા દિવસે જે કાંઈ સદ્ભાવનાથી ભાવિત થવા માટે ભાવો લાવવા માટે આ ગીતના શબ્દો ભાવથી ભરપૂર છે, સચ્ચાઈથી છલકતાં છે, હૃદયને સ્પર્શી જાય છે. કવિ આપણને પણ ભાવથી ભીંજવે છે. પાંચ કડીના આ નાનકડા પદથી આપણા અંતરમાં ભાવ-પરિવર્તનને અનુભવી શકીએ છીએ.
પરમતત્ત્વને સંબોધન કર્યું છે તે કેટલું બધું કોમળ છે ! દયામય !
આપ દયાવાન નથી પણ દયામય છો ! દયાળુ જે હોય તે પ્રાર્થના-ભંગ ભીરુ હોય;
પ્રાર્થના કરનારની પ્રાર્થનાનો ભંગ ન કરે તેવા હોય !
૨૦૦: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org