________________
શ્રાવક-જન તો, તેને રે કહીએ; અભંગદ્વાર ઘર,
વાત, સૂરતની છે, આજના સૂરતની છે.
ધર્મ-આરાધનાથી ઉભરાતું આજનું સૂરત.
એમાંયે ગોપીપુરા એટલે સૂરતનું કેન્દ્ર સ્થળ; ત્યાંની શેરીમાં સવારે-સાંજે એમ ને એમ ઊભા રહો, તો પણ અનેકાનેક સાધુ-સાધ્વીજી મહારાજનાં દર્શન થઈ જાય.
ત્યાંના આ જૈન વિસ્તારના એક ઍપાર્ટમેન્ટમાં લગભગ અગિયાર વાગ્યાના સુમારે એક સાધુ મહારાજ ગૌચરી વ્હોરવા પધાર્યા. એક માળ પર ચાર-ચાર ઘર. ત્રણ ઘરમાંથી ગૌચરી વ્હોરી, ચોથા ઘરના બારણાં બંધ હતાં ત્યાં દરવાજે ઊભા રહી, મુનિમહારાજે ‘ધર્મલાભ.. ધર્મલાભ’એમ એકથી વધારે વાર કહ્યું. બે-અઢી મિનિટ રાહ પણ જોઈ પરંતુ બારણું ન ખૂલ્યું એટલે મુનિમહારાજ એમ જ પધાર્યા.
સાંજે શ્રાવકભાઈ ઘરે આવ્યા. પાડોશીએ કહ્યું : બપોરે ગૌચરીનો લાભ આપવા મુનિરાજ આવ્યા હતા પણ તમારા ઘરનું બારણું ન ખૂલ્યું. ત્રણથી ચાર વાર ધર્મલાભ કહ્યું પણ શબ્દ સંભળાયો નહીં હોય એટલે મહારાજ એમ જ પાછા ગયા.’
આ સાંભળીને એ ભાઈનું હૃદય વ્યથાથી ભરાઈ ગયું; દિલ દ્રવી ગયું. ઘરમાં પૂછ્યું : ‘આમ કેમ થયું ? બધાં ક્યાં ગયાં હતાં ? આપણા ઘેર આવું ન ચાલે. આજથી આપણે નિયમ કરીએ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આપણા ઘરનાં કમાડ ખુલ્લાં જ રહેવા જોઈએ. હવેથી આપણા ઘરની ઓળખ જ આ. ઘરનું દ્વાર ખુલ્લું હોય તે આ ભાઈનું ! પત્ની-બાળકોને ભારપૂર્વક કહ્યું કે રોજ ઘર દરવાજા ખુલ્લા
રાખવાના.
"
રોજ-રોજ કોઈ પણ સાધુ-સંત-અતિથિ અભ્યાગત આવે, તેનો લાભ મળે. અતિથિસત્કાર એ તો ઘરની શોભા છે.
પછી તો, રોજના ક્રમ મુજબ પ્રભુપૂજા, મુનિવંદન, સુપાત્રલાભ, પ્રાર્થના, થતું જ રહ્યું, છતાં બપોરે જમવાના
૧૪૨ : પાઠશાળા
Jain Education International
જેનાં રે !
સમયે ઘરે પૃચ્છા કરે : એ દિવસે પાછા પધારેલ પેલા મુનિ મહારાજ પધાર્યા હતા ? પત્ની જવાબમાં કહે : ‘ના’; એટલે ભાઈ કહે કે, ‘આજે મારે ઉપવાસ છે. ’
બીજે દિવસે પણ એમ જ બન્યું ! ક્રમ બની ગયો ! જે દિવસે ખ્યાલ આવ્યો કે આ મુનિ મહારાજ પધાર્યા હતા ત્યારથી રોજની જેમ ઉપાશ્રયે જઈ, વન્દના કરી, બધાને સુપાત્ર-દાન માટેની વિનતિ થાય તેમ કરતા ન તો તે દિવસ માટેની ક્ષમા માગી, ન તો પધારવા માટે વિશેષ વિનતિ કરી. સ્વાભાવિક જ રીતે કહેતા હતા તેમ કહ્યું. બપોરે જમવાની વેળાએ પહેલો પ્રશ્ન પુછાય કે તે મુનિ મહારાજ પધાર્યા હતા ? ‘ના. ' તો કહે, ‘આજે મારે ઉપવાસ છે. ’આમ લાગલાગટ દશ દિવસ ઉપવાસ થયા. અગિયારમે દિવસે જમવાની વેળાએ પૂછ્યું ત્યારે શ્રાવિકાએ કહ્યું ‘હા, આજે એ મુનિરાજ પધાર્યા હતા. લાભ મળ્યો છે. ’આ જાણી પછી એ ભાઈ જમવા બેઠા !
વ્યગ્ર મનમાં ઉચાટ હતો. આવા પંચમહાવ્રતધારી સંયમી મુનિરાજ આપણા ઘરે પધારે અને આપણી બેદરકારીના કારણે પાછા જાય; આ તો આવતી લક્ષ્મીને આવકારવાની ઘડીએ મોઢું ફેરવવાથી યે વધુ મોટી ભૂલ કહેવાય ! આ ન ચાલે. આ ભૂલનો કાયમી પાઠ શીખવા માટે પ્રાયશ્ચિત્ત જરૂરી હતું. સ્વેચ્છાએ, કોઈને પણ દોષ દીધા વિના સ્વીકારેલું તપ તે સૂક્ષ્મ તાકાતનો પર્યાય છે. તેનું બળ જિંદગીને ઊંચે લઈ જાય છે. પણ આ માટે ધર્મ પ્રત્યે અવિહડ રાગ જોઈએ, કડક આત્મનિરીક્ષણ અને દૃઢ સત્ત્વ જોઈએ. આ ભાઈમાં આ બધું દેખાયું. સુપાત્રદાનનો તીવ્રભાવ એક શ્રાવકને કેટલો ઊંડો હોઈ શકે તેનું માપ મળે છે. શ્રી સંઘમાં આવા શ્રાવકો છે તેથી સંઘ ઊજળો છે.
આપણે પણ પુણ્ય બાંધવાની એક પણ તક જતી ન કરીએ. જ્યારે પણ દાન લેનાર મળે ત્યારે આપણે તો વરસી જ જઈએ. વરસવા માટે તો મનુષ્યભવ મળ્યો છે. વરસી જાણીએ; ન્યાલ થઈ જઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org