________________
LSSGORAKSHAKAR.
એમ..ગોરક્ષકર
૧૮: પાઠશાળા
Jain Education International
आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः ॥
વિહાર, એટલે ચાલવું.
પણ...
વિહાર એટલે, માત્ર ચાલવું, એટલું જ નથી.
બારી-બારણાં-ભીંત-વંડી વિનાના, પ્રકાશના ખુલ્લા ચંદરવા નીચે ચાલવાનું મળે, એ વિહાર છે.
દિગ્-દિગંત સુધી વિસ્તરેલી, આ અસીમ વસુધા પર ચાલવાનું હોય છે.આ વિહારમાં ચારે બાજુથી વહી આવતા શુભ વિચારોને ઝીલવાની તક સાંપડે છે. તે ઝિલાય પણ છે. પશુ ચરે છે. પક્ષી વિચરે છે. અને, માણસ વિચારે છે. કુદરતના સાંનિધ્યમાં વિચરતાં, વિચારવાનું પૂર્ણપણે સાંપડે છે, ત્યારે વેદની પ્રાર્થનાનો મર્મ ઊઘડતો લાગે છે. હિમાલયની કો’ક નીરવ ગુફાના અંતરાળે એક શુભ વિચાર પ્રગટ્યો, એ ત્યાં જ ન રહેતાં, તરત ચારેકોર ફેલાય છે.આપણે એ વિચાર ઝીલવા સજ્જ હોઈએ તો, એ વિચાર આપણો પણ બની જાય!
અમારો અનુભવ છે ઃ
વિહાર એ ચેતોવિસ્તાર સાધવાની પ્રક્રિયાનો ભાગ છે. અન્નમય કોશ, પ્રાણમય કોશને ઓળંગીને મનોમય કોશ -વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશના ઉન્નત શૃંગો તરફ દોરી જતી કેડી છે; ચેતનાના ઊરિોહણના સોપાનની શ્રેણી છે.
આવો વિહાર, જે માણે, તે જ જાણે.
For Private & Personal Use Only
www.jainelibrary.org