________________
15
મારી હુંડી પ્રમાણે રકમ મળી છે માટે મારાથી આપ્યા વિના રહેવાય નહીં. INS વાત વધી પડી. બન્ને, પોતપોતાની વાતને વળગી રહ્યા. છેવટે આ ખેંચતાણનો તોડ કાઢવાનું ગુરુમહારાજને સોંપવામાં આવ્યું. તેઓ પાસે શું ‘તોડ’ હોય ? બધી સમસ્યાનું સમાધાન ‘ધર્મ જ’ હોય.
તમારે, લેવા જ ન હોય અને તમારે રાખવા જ ન હોય તો ગિરિરાજ પર વિશાળ જિનાલયનું નિર્માણ કરાવો. તમારા બન્નેનું એમાં ‘હિત’ છે. તરત નિર્ણય કરવામાં આવ્યો. જોતજાતામાં તો વાદળથી વાતું કરે એવું ગગનચુંબી, શિખરબંધી અને વિશાળ, ચૌમુખજીનું જિનાલય બની ગયું. વિ. સં. ૧૬૭૫ની સાલમાં તેની પ્રતિષ્ઠા, બન્ને - સવચંદ શેઠ અને સોમચંદ શેઠના વિશાળ પરિવાર સાથે
-
IK PU
PAS BIK Simple TWITT 11)
ys &
Josefs
GET
1
0305 !
S
P
પ્રવાસીઓ
૧૫૪: પાઠશાળા
Jain Education International
મળીને કરી. નવ ટૂંકમાં મુખ્ય ટૂંક રૂપે સવા-સોમાની આ ટૂંક અતિ વિખ્યાત છે.
આપણને, દૂર-દૂરથી જે આભ-ઊંચું શિખર દેખાય છે, શ્રી પૂજ્યની ટૂંક પાસેથી, જે પહેલું શિખર દેખાય છે તે આ જ ચૌમુખજીનું શિખર છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ધના સુથારની પોળમાં પણ સવા-સોમાનું દેરાસર છે.
કોઈ અજાણ્યાની આંખનાં આંસુના હૃદયમાં પડેલા પ્રતિબિંબની અમર ગાથાનું ગાન આજે પણ તેની ફરફરતી ધજા આપણને સંભળાવી રહી છે.
આપણે તે સાંભળીએ અને આપણી નજરે ચડેલા કોઈના છૂપાં આંસુને લૂછવામાં આપણા રૂમાલને ધન્ય બનાવીએ.
20 SE
39 8 This boiled pe
For Private & Personal Use Only
www.jainelibrary.org