________________
વરસતી આગમાં બેસી મલ્હાર ગાનારાં ચંદનબાળા
વાચકો પણ કેવા સજાગ હોય છે, તેવો એક અનુભવ આ વખતે થયો. એક જાગૃત વાચકનો પત્ર આવ્યો છે. તે આખો પત્ર, ઉતા૨વાની લાલચ, થઈ આવી છે :
એ વાચકનો પત્ર આગળ ચાલે છે : બીજી એક વાત પણ કરવી છે. આપે અશ્રુ-શ્રેણિ શરુ કરી અને એમાં જૈન-કથાવિશ્વમાંથી અશ્રુપાતવાળી કથાઓ આપે રોચક શૈલીમાં આપી. તેમાં મારી આંખ, ચંદનબાળાના આંસુ જોવા આતુર હતી. ક્રોધવાળી વાત તો પર્યુષણ નિમિત્તની લાગી, પછી સંભાવનાની વાત આવી. સારી છે, છતાં ચંદનબાળાની વાત વિના અશ્ર્વશ્રેણિ અધૂરી લાગે. હવે ચંદનાજીની વાત આપવા કૃપા કરો.
**
‘પાઠશાળા’ – ૧૯ હાથમાં આવ્યું, એટલે બીજા બધા કામ બાજુ પર રાખી, દર વખતની જેમ અક્ષરે-અક્ષર વાંચવામાં મશગુલ થઈ જવાયું, પણ, ચોથા પાના પરનો પહેલો ફકરો વાંચી અટકી જવાયું. અંક ટેબલ પર મૂકીને આંખો મીંચીને વિચારમાં ઊતરી ગયો. ‘બની શકે ? શું આવું કોઈને સૂઝે ? સૂઝે પછી આવા કામ માટે કમ્પાઉન્ડ વૉલમાં ગાબડું પાડવાનું મન થાય, પછી એ થઈ પણ જાય ! અશક્ય... આમ, વિચારની ઘટમાળ ચાલતી હતી ત્યાં ટપાલમાં સાથે આવેલા ‘ભૂમિપુત્ર’ પર નજર ગઈ. ટેવવશ એનું રેપર ઊખેળી પહેલું પાનું વાંચવા માંડ્યો. મહારાજ સાહેબ ! શું કહું ! મારા પ્રશ્નનો, મારી મૂંઝવણનો ઊકેલ મને અહીં મળ્યો. કેવો યોગાનુયોગ કહેવાય ! મારી ઉલઝનના ઊકેલ માટે આપની પાસે આવું એ પહેલાં જ જાણે સંત વિનોબાના આ લખાણમાંથી મને મારા પ્રશ્નનો યોગ્ય ઉત્તર મળ્યો ! એ ઉત્તમ વિચાર અહીં રજુ કરું છું :
આજે માનસિક વલણ એવું બની ગયું છે કે, કોઈ સારી વાત માની લેવા, આપણું મન તરત તૈયાર નથી થતું. પણ, ખરાબ વાત આપણે ઝટ માની લઈએ છીએ. ખરું જોતાં થવું જોઈએ આનાથી સાવ ઊલટું. મને યાદ છે, સ્કુલમાં અમને અંગ્રેજીમાં ‘વેરી મચ’ અને ‘ટૂ' શબ્દોના પ્રયોગ શિખવતા હતા. ધ ન્યુઝ આર ટૂ ગુડટુ બી ટ્રુ’ The news are too good to be true -આટલી સારી વાત છે કે એ સાચી હોઈ ન શકે. મને આ એકદમ અવનવું લાગતું હતું. મેં ગુરુજીને પૂછ્યું કે આ કંઈ મને સમજાતું નથી. તો એમણે કહ્યું કે આમ જ કહેવાનો રિવાજ છે. પછી પરીક્ષામાં એ જ સવાલ પૂછાયો કે ‘ટૂ’નો પ્રયોગ કરો. મેં લખી નાખ્યું કે ‘ધ ન્યુઝ ઇઝ ટૂ ગુડ ટુ બી ફોલ્સ' -આટલા સારા સમાચાર છે કે ખોટા હોઈ જ ન શકે. વાત જો આવી છે, તો તેના પર આપણે વિશ્વાસ શું કામ નથી મૂકતાં ?
- વિનોબા/ભૂમિપુત્ર : તા. ૧-૧-૨૦૦૦ અંક - ૧૩૫૪ * જુઓ પાના ૨૩૧ પરનો લેખ ઃ સ્વયં સંભાવના કરીએ, તો સારી જ કરીએ.
Jain Education International
--
પત્ર વાંચી મને પણ ચંદનાજીની વાત લખવાનું મન થયું. આ વખતે ચંદનાજીની વાત કરીએ.
સવજી છાયા
વાત આ પ્રમાણે છે
મૂળ નામ વસુમતી.
દેહનું લાવણ્ય અને વર્ણ અસ્સલ ચંદન જેવા, શીલની સુવાસ પણ તેવી જ.
તેથી બધાં ‘ચંદના'ને નામે જ ઓળખે. માતા પણ એ નામે જ બોલાવે.
વય સોળની. પણ ઋજુતા, સ્વભાવની ભદ્રિકતા, નેત્રની નિર્દોષતા દશ વર્ષ પહેલાંની !
જોતાં, પરાણે વહાલ ઉભરાય. ચંદના સંપૂર્ણ-સુખમાં ઊછરેલાં. ટાઢ-તડકો નામેય જોયેલાં નહીં.
પણ કહેવતમાં કહે છે ને કે ઃ અગ્નિમાં પડવાનું સોનાના નસીબમાં લખાયું છે, કથીરના નહીં.
For Private & Personal Use Only
અશ્રુમાલા : ૧૫૫
www.jainelibrary.org