________________
ધૂણી ધખાવીને બેઠા, બેઠા-એ-બેઠા ! એવા તો કામે લાગ્યા કે કલિકુંડથી ત્યાં પહોંચીને દિવસ-રાત જોયા વિના, કામમાં એવા તો ખૂંપી ગયેલા કે, સોળ દિવસે - રિપિટ સોળ દિવસે તેઓ પાછા કલિકુંડ ગયા ત્યારે નહાયા ! - આ એમની ધગશ ! કામમાં જાત ઓગાળી દેવાની સજ્જતા ! એવું ભગીરથ કામ કર્યા પછી પણ વાણી કે વર્તનમાં અહંની તો ગંધ તો નહીં, અણસાર સુદ્ધાં ન મળે ! કર્તુત્વનો લોપ એ જ યોગીની કક્ષા છે. ‘નિરહંકારી નેતૃત્વ એ પૂર્ણ સફળતાની પૂર્વ શરત છે.” –આ જાણીતું વાક્ય અહીં ચરિતાર્થ થાય છે.
તેઓ અમને ભૂકંપ-રાહતના કામ શરૂ કરતાં પહેલાં મળ્યા હતા. પૂર્ણતાને આરે પહોંચ્યા ત્યારે પણ મળ્યા હતા. એવા ને એવા જ હતા! ભૂકંપ-પીડિતોનું વર્ણન કરતાં એમની ગદ્ગદ્ વાણી અને કરુણા-ભીની આÁ આંખો અમને સદાકાળ યાદ રહી જશે. એમની વાતોમાં ‘આ મેં કર્યું” એવું હરગિજ ન આવે ! “વર્ધમાન સેવા કેન્દ્ર તરફથી થયું' –એમ જ એમના મુખેથી નીકળે. નમ અને નિઃસ્પૃહ સદંતર, અંતરની અખિલાઈ, સ્વાશ્રયી જીવન જીવી જાણ્યું, પોષી પીડ પરાઈ ખર્ચે અઢળક, તોય ન મનને સ્પર્શે રાતી પાઈ એક જનમમાં પૂરી એણે, કૈક જનમની બાઈ ! ગુણ પોતે પણ ગર્વ કરે જ્યાં! ધન્ય ગુણીજન આવો ! ફરી ફરી આ માત ગુર્જરી કુમારપાળ જન્માવો- ૧૦
આવાં આવાં મોટાં-મોટાં ગંજાવર કામો અણિશુદ્ધ પાર પાડે. લાખો અને કરોડો રૂપિયાના દાનનો ધોધ વરસે. દાતાઓ પણ કાંઈ પૂછ્યા વિના એમની પાસે ઢગલો કરી દે ! કુમારપાળભાઈ એમાંની એક એક પાઈ નિશ્ચિત કામમાં વાપરે. કરોડોનો વહીવટ થાય તો ય પોતે નિર્લેપ રહે. પોતે તો નમ્ર અને નિઃસ્પૃહી જ રહે. પોતાનું સાદું અને સ્વાશ્રયી જીવન જીવે. સાદો પહેરવેશ, સાદા ચશ્મા. ભાષા પણ સાદી, ઉત્તર ગુજરાતની તળપદી છાંટ એમના ઉચ્ચારમાં સાંભળવા મળે. વાતો કરતા હોય ત્યારે એમની વિનમ્રતા નજરે ચડે જ.
અત્યારે એમની વિનમ્રતા નજરે ચડે જ એમના મિત્ર શિરીષભાઈ એકવચનથી સંબોધે એય સહજતાથી લે. સ્વભાવે જીભના જેવા ચોખ્ખા ! –જેમ જીભ પર ઘી-તેલ આવે તો પણ જીભ તો એવી ને એવી જ !
દૂર-સુદૂર ઘૂમી એણે, ધર્મ ધજા લહેરાવી, અલ્પ આયુમાં વિરાટ યાત્રા, સજીને શોભાવી !
જે આરંબું પૂર્ણ કર્યું તે, ધન્ય છે લગની આવી ! ભુવનભાનુજી મુનિવર કેરી, દીક્ષાને દીપાવી. સંસારી છે તોય, કહીને “સન્યાસી’ બિરદાવો, ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો’ - ૧૧
દૂર-દૂરના પ્રદેશોમાં વારંવાર જઈને એમણે બધે ધર્મધજા લહેરાવી. જીવનના થોડા જ વર્ષોમાં તેમણે ઘણાં વિરાટ કામો કર્યા, અંતરંગ જીવન અને બહિરંગ જીવન નિષ્કલંક રાખી વ્રત શોભાવ્યા.
મુંબઈના એમના વસવાટ વખતે ૬૮, ગુલાલવાડી, એ સરનામું એટલું બધું જાણીતું હતું, કેટલીયે વ્યક્તિઓ માટે આ રાહતનું સ્થળ હતું. પછી જ્યારે એ સરનામું ૩૬, કલિકંડ થયું ત્યારે એવું કહેનારા ય ક્તા કે અહીં ઠેઠ કોણ આવશે? પણ, બધાને પેલી કહેવતની ખબર નથી હોતી કે:
પૂર્વમાં સૂર્ય ઊગે છે તે અર્ધ સત્ય છે. જ્યાં સૂર્ય ઊગે છે તેને પૂર્વ કહેવામાં આવે છે. આવા પુરુષો તો જ્યાં વસે ત્યાં જ સંસ્થા બની જાય છે. જે જે કામો હાથ ધર્યા તે સાંગોપાંગ પાર ઉતાર્યા, પરિપૂર્ણ કર્યા. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિ મહારાજના ચેલા તરીકે તેમનું નામ શોભાવ્યું. કોઈ સમુદાયની કે ગચ્છની કે વ્યક્તિની કંઠી બાંધ્યા વિના તેઓ મુક્ત ધર્મના અનુરાગી રહ્યા છે. સંસારી છતાં વળગણવિનાના તેઓ પરિવ્રાજક છે.
જે સંસારી જીવ મુસાફિર ! એને પગલે ચાલે, દાવો છે મુજ નક્કી એ જન, સ્વર્ગ ધરા પર હાલે; પામ્યા શું? ન પામ્યા શું? ની ખોટ કદી નવ સાલે, પાનખરે પણ, જીવન એનું પુષ્પની પેઠે ફાલે ! ઘન્ય કથા છે ! એની ગાથા, ઘરે ઘરે મુંજાવો, ફરી-ફરી આ માતગુજરી કુમારપાળ જન્માવો’ - ૧૨ - મુસાફિર પાલનપુરી (રચનાસમય : ઈ.સ.૧૯૯૬)
આવી વિભૂતિના જીવનમાંથી પ્રેરણા પામી કોઈ સંસારી જીવ એને પગલે ચાલે તો તે ચોક્કસ ઉત્તમતાને પામે. શું પામ્યા શુંનપામ્યા એવો કોઈ હિસાબ રહેતો નથી. ગમે તેવી, પાનખર જેવી સ્થિતિમાં પણ નિત્ય વસંતનાં પુષ્પ ખીલેલાં રહે છે, ફૂલે છે અને ફાલે છે.
ગુણોના સુગંધથી તરબતર જેની જીવનગાથા છે તેમને ધન્ય છે. આવી ગાથાને પણ ધન્ય છે.
આવા કુમારપાળ ફરી ફરી જન્મ ધારણ કરે, એવી માતગુર્જરીને ચરણે, પ્રાર્થના છે !
શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org