________________
સુરતના સૈયદપુરા વિસ્તારની શ્રાવકશેરીમાં આવેલા શ્રી ચન્દ્રપ્રભુજીના ૩૦૦થી વધુ વર્ષ પહેલાના આ દેરાસરમાં કલાત્મક નંદીશ્વર દ્વીપની રચના તથા વિવિધ ચિત્રાત્મક સુશોભન સાથે શ્રી શત્રુંજયનો વિશાળ તીર્થ પટ જોવાલાયક છે. પટની પ્રતિકૃતિ આ ગ્રંથની શોભારૂપ છે. એ સમયના દ્રશ્યો અદ્ભુત ચિત્ર-સંયોજનાથી આકર્ષક લાગે છે. તળેટીએ જતાં યાત્રાળુઓ કેવા આદરથી યાત્રાએ જઈ રહ્યા છે એ તથા ગામમાં વિવિધ પ્રવૃત્તિ કરતાં યાત્રીઓની ચર્યાની, આજની અત્યંત સગવડ અને સુવિધાભરી યાત્રાની સાથે સરખામણી કરવાનું મન થાય એવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org