________________
આભૂશેઠે, પ્રણામની મુદ્રા ધારીને પૂછયું: સંઘ પધાર્યો તો, ભલે પધાર્યા. કિયા મુલકથી પધાર્યા છો?
સાથી જુવાનડાને તો, ઝાંઝણની ચાલની કાંઈ ખબર નહીં! એ તો એની આંગળીએ આવેલા. જવાબ આપ્યો : આમ દૂર માળવામાં માંડવગઢ છે ત્યાંથી આવ્યા છીએ.'
ભલે, તો આજે તમે બધા મારા પરોણા.' મંડળીના નાયક ઝાંઝણે બહાર આવી ખોંખારો ખાધો. લલાટના તેજથી અંજાયા વિના જ, પૂછી લીધું : “ આપ જ આભૂશેઠ ?”
હા-ભાઈ-હા !” પ્રણામની લેવડ-દેવડ થઈ ને આભૂશેઠે નોતરું દીધું. આજે અમારે આંગણે પધારો.” ઝાંઝણ કહે: “અમે પાંચ-પચીસ નથી હોં !” આભૂકહે: ‘જેટલા હોય તે બધા, મારા આંખ-માથે !
તે વળી અમારે પાદર હો ક્યાંથી ?” આભશેઠના ભાઈ જિનદાસ ત્યાં જ હતા. મહેમાનોને કહ્યું : 'હું તો આજે પફખી છે એટલે પૌષધવ્રતમાં છું, પણ મારા ભાઈ જિનદાસ તમને ઘેર લઈ જશે.'
આભૂશેઠનું ઘર તો, એમના હૈયા જેવું જ વિશાળ ! મોટો ડેલો, ખુલ્લું ફળિયું, લાંબી પરશાળ. ગણતાં થાક લાગે, તેટલા ઢોલીયા.
ઘોડા માટેની ઘોડાર અલગ. ઝપાટાબંધ સેવકોનું ટોળું આવી ગયું અને બધા ઘોડાને ઘોડારમાં દોરી ગયું.
મહેમાનો માટે, સોનાના કટોરા અને થાળીની પંગત પડી. બધા જુવાન નવકાર ગણી, મુખશુદ્ધિ કરી શેડકઢા દૂધથી ભરેલા કટોરા મોંઢે માંડે છે ત્યાં તો બીજા પાંચસો જુવાન ઘોડા ઉપરથી આભૂશેઠની ડેલીએ જ ઊતર્યા.
એ આવો, આવો !” એવો મીઠો આવકાર આપીને નવા આવેલા પરોણાનું પણ સહર્ષ સ્વાગત થયું. ‘બધું ય અબઘડી તૈયાર છે, આવો, બેસો. થોડો થાક ખાઓ, તાજા-નરવા થાઓ ત્યાં બધું હાજર !'
એ જ કઢેલા દૂધેભર્યા રૂપાનાં કચોળા ને ઘી-નીતરતાં ગરમ-ગરમ રોટલાથી ભરી ભરી થાળીઓ મુકાઈ. મલાઈદાર દહીં જોઈતું હોય, તેને માટે દહીંનાં દોણાં તૈયાર હતાં.
ઝાંઝણની ચકળ-વકળ નજર ચારે બાજુ ફરી રહી છે. એને તો ક્યાં ખાવું હતું? તે તો, આ બધું નીરખવા ને
પરખવા જ આવ્યો હતો ! એ માટે, એણે આ બધો તખતો ગોઠવ્યો હતો ! એને હૈયે હવે ગંભીરતા છવાઈ. અહો ! આ બધું શું દેખાય છે !
હજુ પહેલી પંગતે જ્યાં ઓડકાર ખાધો ત્યાં ત્રીજી પાંચસો જુવાનની હાર હાજર થઈ ગઈ! ન તો જિનદાસના મોંઢાની રેખા બદલાઈ કે ન તો તેના કપાળે કરચલી વળી ! સત્કાર છે અને તે મીઠાં વેણ સાથેનો છે, જે મનને ધરવી દે છે.
પરિવારનો સ્ત્રીવર્ગ પણ, સાબદો છે. સેવકગણ પણ, ઊભા પગે છે. બધાનાં મોં પર નર્યો, નીતર્યો આનંદ ફરક્યા કરે છે. હળવે હાથે, હેતભરી રીતે, આગ્રહથી ત્રીજી પંગતને પણ, સોના-રૂપાના થાળ-કટોરામાં પીરસવામાં આવ્યું ! સરભરા તો એવી, કે જમનારો અચંબામાં જ પડે !
ત્રણેય પંગત હવે પરવારી, હાઈ-ધોઈ પજા-સેવામુનિવંદન કરી તથા અન્ય ચૈત્યો જુહારીને, સહુ સાથે જેવા આભૂશેઠને આંગણે આવ્યા; ત્યાં તો, રસોડામાંથી મઘમઘતાં ઘીની સોડમ આવવા લાગી. બધાએ નાકભરીને એ સુગંધ માણી. આ વખતે તો, લાપસીમા લેવાના ઘીના ગાડવા જ બાજુમાં મૂકી દીધા હતા ! ઝાંઝણ તો ઘીના ગાડવાની લાંબી હાર જોઈને જ આભો બની ગયો ! આને તે, કેવાં ને કેટલાં દૂઝણાં હશે ! અનાજના કોઠાર ભર્યા હોય એ તો સમજાય છે, પણ સુગંધથી મન-મગજને તરબતર કરી મૂકે તેવાં તાજાં ઘી અને સળી ઊભી રહે તેવા દૂધનાં બોઘરણાં ! વાહ ! ભાઈ વાહ ! દિલની દિલાવરીથી બધું આવી મળે, તે આનું નામ ! પેટને ભરવાની હવે જરૂર ન હતી અને મન તો, ક્યારનું યે ભરાઈ ચૂક્યું હતું.
સાંજ પહેલાં પંદરસોનું ધાડું ઊપડ્યું પોસાળમાં આભૂશેઠને પ્રણામ કરવા !ઝાંઝણ તો સીધો, આભૂશેઠના પગમાં જ પડ્યો ! હરખનાં આંસુથી શેઠના પગને પખાળવા લાગ્યો ! કેટલીયે વાર સુધી, ઝાંઝણે માથું ત્યાં જ ટેકવી રાખ્યું ! ગદ્ગદ્ સ્વરે માંગણી કરી : મહીશ્રાવક આભૂ ! આજે આપની પાસે ગ્રાહક થઈ માંગું છું. આપનામાં સિદ્ધ થયેલા, આ સાધર્મિકવાત્સલ્ય નામના ગુણનો, કૃપા કરી મારામાં વિનિયોગ કરો ! મારો બેડો પાર કરો !
શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org