________________
કલિકાલસર્વજ્ઞને સપ્રાણ વન્દના
and And DEC
રવિશંકર મ, રાવળ
જ્ઞાનના સહસ્ર કિરણથી શોભતા ! હે સૂરીશ્વર મહારાજ !
આપશ્રીએ ગુજરાતની ધરતીને, અવતરીને પાવન કરી, --એ સુભગ અકસ્માત હતો. આ દેશ-પ્રદેશના એવા વળાંકે આપ પધાર્યા;
જ્યારે સંસ્કૃતિ વળાંક લઈ રહી હતી. આપશ્રીના અસ્તિત્વથી એ રાજાનું, એ રાજ્યનું, એ પ્રજાનું
સમગ્ર વલણ બદલાઈ ગયું અને પછી આપ પધાર્યા.
આપનું એ પરલોકે પધારવું; --એ એક અનિવાર્ય નિયતિ હતી. આપના જવાથી, અમે રંક બન્યા તેવું લાગ્યું; પણ આપે જે આપ્યું, તેનાથી જ અમે સમૃદ્ધ
બન્યા છીએ, એ પણ એટલું જ સાચું છે અને તે તો, સ્મૃતિમાં સતત ઝબકે છે. આજે સંસ્કૃતિ – સાહિત્ય સમેત અનેક ક્ષેત્રે ગુજરાત તવંગર છે; તે આપના કારણે જ છે.
આપનાથી જ, આજે અમે ઉન્નત-મસ્તક છીએ. તો આપના અવતરણથી પાવન થયેલી કાર્તિક પૂર્ણિમાના દિવસે, આપને કૃતજ્ઞતાથી મહેંકતાં
સ-મૃતિ પુષ્પોથી સભર વંદના કરીએ છીએ. આપના પવિત્ર ચરણોમાં, નત-મસ્તકે ફરી વંદના કરીએ છીએ.
| જય હો ગૂર્જરસંસ્કાર-વિધાતા, યુગનિર્માતા, શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનો, સદાકાળ જય હો ! --વિજય હો !
ધન્ય તે મુનિવરા રે !: ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org