________________
ઘટના હજી ગઈકાલની જ હોય એવું લાગે છે ! સમયને સરકતાં વાર થોડી લાગે ? પરંતુ આપણું કામ તો તેમાંથી કશુંક, જે કાયમ ટકી જાય છે, તે લેવાનું છે.
પે’લો વાસક્ષેપનો બટવો હજી પણ જ્યારે જ્યારે નજરે ચડે છે ત્યારે એ જ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના અમી-રસભર્યા ક૨-કમલથી ઝરતા વાસક્ષેપનું અને એ નિમિત્તે વહેતું વાત્સલ્ય નીતરતું સ્મરણ ઝબકી જ જાય છે !
કુસુમાંજલિ મેલો દેવસૂરીંદા
ચારે બાજુથી તપ્ત અને સંતપ્ત આ સંસારમાં શીળી છાયા ક્યાંય જોવા મળતી હોય તો તે નિઃસ્વાર્થ, નિસ્પૃહ અને નિર્મળ હૈયાથી હર્યા-ભર્યા આવા સાધુ મહારાજના સાનિધ્યમાં જ સાંપડે. જાણે કે બળબળતા તાપમાં ઘેઘૂર વડલા નીચે ન બેઠાં હોય ! એવું લાગે.
મને બરાબર યાદ છે.
છેલ્લા દશ-બાર વર્ષથી, જેમ જેમ વૃદ્ધાવસ્થા વધતી ગઈ તેમ તેમ તેઓના હૃદયના વાત્સલ્યનો ઝરો સરોવર – વિશાળ સરોવરનું સ્વરૂપ ધારતો ગયો ! વાત્સલ્ય એ વૃદ્ધત્વની શ્રેષ્ઠ શોભા છે એવું મને આ જોઈને જ લાગ્યું હતું.
સહુ કોઈ પ્રત્યે એમનો સદ્ભાવ એક સરખો રહેતો. શ્રેણિકભાઈ શેઠ જેવી વ્યક્તિ આવે તો પણ પહેલું કામ તો
આ જ થવાનું - આશીર્વાદ; અને તે પણ ખોબો ભરીને આપવાના. રોજ આવનાર સ્થાનિક સંઘના ભાઈ-બહેનો પ્રત્યે પણ આ જ ભાવ ! આ જ મુદ્રા ! સ્વચ્છ હૃદયના શુભ્રભાવોથી ભરેલાં હેતથી ભીના ભીના હાથનું અમી-ઝરણું વહેતું જ રહે ! .
અવાર નવાર કહે પણ ખરા ઃ
મારાથી બીજું શું થઈ શકે છે ! હું સંઘને બીજું શું આપી શકું ? આપણી પાસે આવે તો આપણે તેને ઉદાર ભાવે શુભેચ્છાઓ જ આપવી જોઈએ. સંઘ કેટલું બધું કરે છે. સંઘ કેટલો બધો ભલો છે ! છેલ્લા વર્ષોમાં એમની દૃષ્ટિ એવી ઘડાઈ ગઈ હતી કે કોઈ પણ વ્યક્તિમાં તેમને દોષ-દુર્ગુણદૂષણ દેખાતાં નહીં.
પોતાની બુદ્ધિના ચીપીયા વડે કોઈ બીજાના દોષ કાઢીને બતાવે તો પણ તેનું સમાધાનકારક કારણ તેમની પાસે તૈયાર
૯૬ : પાઠશાળા
Jain Education International
જ હોય.
બિચારા શું કરે ? ધંધો ચાલતો ન હોય, ઘરમાં છોકરાં માનતાં ન હોય, પુણ્યની કચાશ હોય તો આવું બને. ” ક્યારેક એમ પણ કહે, “ઘણીવાર નાની ઉંમરમાં માતા-પિતા તરફથી પૂરો પ્રેમ ન મળ્યો હોય, દાદા-દાદીનું ભરપૂર વાત્સલ્ય ન મળ્યું હોય, ભાઈ-બહેનનો નિર્વ્યાજ સ્નેહ ન મળ્યો હોય તો પણ માણસ ચીડીયા સ્વભાવનો અને વાંકદેખો બની જાય. હોય ! આ તો સંસાર છે ! એવા જીવો અહીં ન આવે તો ક્યાં જાય ? આપણે શાન્તિ રાખવી. મન મોટું રાખવું. આપ મા તો ના મત્તા ।આપણે આપણું જોવું. રેશા સો મરેલા !
આવા આવા સમાધાનકારી વિચારોની વાડ રચીને, દ્વેષથી ભરેલા દુર્ભાવરૂપી શ્વાનથી પોતાના તન-મનને બચાવી લેવાનું એમની પાસે બેસનારને તેઓ શીખવતા. સમભાવભર્યું વલણ રાખવાનું અને આવી નિર્મળ દૃષ્ટિથી જોવાનું શીખવતા. સૌમ્ય સ્વભાવના ગુરુદેવ પાસેથી મળતી આવી શીખ, લેનારના હૃદયમાં એવી ઊતરતી કે મનના વહેણમાં વળાંક પણ આવી જતો દેખાતો હતો !
સંતોની ખૂબી પણ આ જ છે ને ! ભલે તેઓ ઉપદેશરૂપે ઉપદેશ ન આપે, વ્યાખ્યાનરૂપે વ્યાખ્યાન ન આપે, એમની સ્વૈર-કથા : સહજ સ્વ-આચરણ જ બોધ આપવા પર્યાપ્ત છે.
અકારણ વાત્સલ્ય વરસાવી, સહજભાવે – ભાર ન લાગે તેમ ઉપકાર કરી, પછી પણ કશી અપેક્ષા ન રાખવી એવું અઘરું દેખાતું વ્રત તેઓ શ્વાસોચ્છ્વાસની જેમ સહજ પાળતાં. જેની ઉપર ઉપકાર કર્યો હોય એણે ઉપકારની નોંધ લીધી કે નહીં, વળતાં કૃતજ્ઞભાવ દર્શાવ્યો કે નહીં એવું તો ક’દી વિચારવાનું નહીં જ ! એ વ્યક્તિ એમની પાસે ફરીવાર આવે ત્યારે પણ એ જ ભાવથી ઉપકારક બનતા. અન્યને પણ તેમ કરવા પ્રેરતા! આ જોઈ પે'લી પંક્તિ યાદ આવતી :
कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति ॥
આવા માતૃહૃદયના તેઓ સ્વામી હતા. સામાનાં કુટુ વચનો પણ તેઓ સહી લેતા, હસી પણ લેતા ! તેઓ થોડામાં પણ ખુશ થઈ જતા. સામી વ્યક્તિની વાત સરળતાથી સ્વીકારી લેતા. તેમની પોતાની જરૂરતો અને અપેક્ષાઓ તો નહીંવત્ રાખતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org