________________
એ ઉક્તિ ચરિતાર્થ બની ગઈ. માત્ર એક જ કલાકની નિદ્રા. બાકીનો બધો સમય, કર્મની નિર્જરા માટે જ વપરાઈને સાર્થક થતો રહ્યો. -
પોતે તો, પળવારનો પ્રમાદ કરે નહીં; સહવર્તીને પણ પ્રમાદ ન કરવા પ્રેરે. કહે: સંયમ-જીવનની પ્રત્યેક ક્ષણ. કિમતી છે તેને નિરર્થક વેડફવા ન દેવાય. કેટલા બધા ભવોનાં પાપો ખપાવવાનાં છે !
સંયમની જાગૃતિ પણ, પૂરેપૂરી. નિર્દોષ આહારપાણી વાપરવાનો આગ્રહ રાખે. ક્યારે પણ, સદોષ આવે તો, ખબર પડે અને બળાપો પણ કરે. તપનો તો, ગાઢ અનુરાગ છે. વર્ધમાનતપની સો ઓળી પૂરી કરી છે, એટલું જ નહીં, એમના શિષ્યગણમાં પણ ભવ્ય ઉજ્જવળ આરાધના સહજ જણાય છે.
વાતાવરણ એ તો, પહેલા નંબરની નિશાળ છે. | દિલમાં સમજણનો દીવો, સદાયે ઉજાસ પાથરતો રહે છે. હમણાં જ, તેમની શિષ્યાઓએ ભાવના પ્રગટ કરી કે આ વખતે ઘણા આચાર્ય ભગવંતો પાલિતાણામાં બિરાજમાન છે, આપણે પણ જઈએ. '
તેઓએ કહ્યું; મારે એ માટે, ડોળી કે વ્હીલચેરમાં બેસીને, ક્યાંય જવું નથી. છતાં, બધાનું મન, અહીં રહેવામાં કચવાતું હોય અને પાલિતાણો જવું જ હોય તો, મારો કોઈ દુરાગ્રહ પણ નથી.
ત્યારે શિષ્યા-પ્રશિષ્યા, બધાંએ કહ્યું : ના, આપના મનની ભાવનાને ઠેસ પહોંચાડીને અમારે ક્યાંયે જવું નથી. અમારે તો અડસઠ તીરથ આપના ચરણોમાં જ છે. અહીં સુખેથી રહીશું અને સેવાનો લાભ લઈશું. આપની આવી રત્નત્રયીની અખંડ, સતત, વધતાભાવોલ્લાસવાળી આરાધનામાં સહાયક બનીશું.
શુભ મૈત્રીભાવથી શોભતો, પ્રમોદભાવથી દીપતો આવો સાધ્વી-પરિવાર જોઈને આપણી આંખ અને હૈયું ઠરે છે. પ્રભુના સંઘમાં આવા આવા ઉત્તમ આત્માઓ છે તે જાણી પ્રભુના સંઘને “રત્નાકરની અને રોહતાચલની' જે ઉપમા આપવામાં આવી છે તે સાચી ઠરતી લાગે છે. માથું, ઝૂકી જાય છે; હાથ જોડાઈ જાય છે.
ધન્ય છે, જિનશાસનને, ઘન્ય છે, શ્રમણ-શ્રમણી સંઘને. પ્રભુનો શ્રમણ-શ્રમણી સંઘ જયવંતો વર્તો.
सुभाषितम् जस्सेवमप्पा उ हविज्ज निच्छिओ, આત્મા થયો નિશ્ચિત જેહનો કે, चइज्ज देहं न हु धम्मसासणं ।
ત્યજીશ હું દેહ, ન ધર્મશાસન; तं तारिसं नो पइलंति इंदिया,
તેને ચળાવી નવિ ઇન્દ્રિયો શકે, उविंतिवाया व सुदंसणं गिरिं ।।
ઝંઝાનિલો મેરુ મહાદ્રિને યથા. (રવિવાનિવમૂત્ર- જૂનિવા)
(પદ્યાનુવાદ: ઉમાશંકર જોષી) પરમ પવિત્ર શ્રી દશવૈકાલિકસૂત્રની ચૂલિકાની આ એક યાદગાર ગાથા છે : જેનો આત્મા નિશ્ચિત થઈ ગયો; જેના મનમાં નિશ્ચય થઈ ગયો તેને માટે દેહની મમતા પણ સામાન્ય - ગૌણ બની જાય છે. તે ધર્મશાસનને કાજે ધર્મ પાળવા માટે - દેહ અને પ્રતિજ્ઞાપાલન - એ બેમાંથી એક પસંદ કરવાનું આવે તો તે દેહનો ત્યાગ તણખલાની જેમ કરી દે પણ ધર્મ ન ત્યજે. તેનું મન એવું તો અડગ બની ગયું હોય કે, ઇન્દ્રિયોનો સુખાનુરાગ એને ચલિત ન કરી શકે. ગમે તેવા ઝંઝાવાત વાય પણ, મહા-પર્વત મેરુને જેમ કાંઈ ન થાય, તેમ તે દૃઢ અને અચલની જેમ અચલ રહે છે..
ધન્ય તે મુનિવરા રે !: ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org