________________
દેવો પણ, ઝંખે દર્શનને એવા... અભુત ચરિત્રના સ્વામિની સાધ્વીશ્રી પદ્મશ્રી મહારાજનો, જય હો !
આજે તો બસ ! એક પછી એક, આશ્ચર્ય ઉપજાવનારી વાતો જ, મનમાં આવતી રહી છે. આજે જે વાત કરવી છે, તે વાતના દસ્તાવેજી પુરાવા સાંપડ્યા ન હોત તો, વાતને કોઈ સાચી માનત જ નહીં. ‘આવું તે હોતું હશે ?”; “કહનેવાલા ભી દિવાના, સુનનેવાલા ભી દિવાના. ” આવા ઉદ્દગાર સાંભળવા મળે.
પણ, માનો કે ન માનો, આ વાત સાચી છે.
કાળના પ્રવાહ ઉપર દૃષ્ટિપાત કરતાં, એમ જણાઈ આવે છે કે, આવી ઘટના, ક્યારેક અને ક્વચિત જ બને. સમયના પટમાં શું ન બને, તેનો ઉત્તર આપવો મુશ્કેલ છે.
વાત, આમ બની છે. વિ.સં. ૧૨૬૮માં ખંભાત જેવા ગામમાં કોટ્યાધિપતિ શ્રેષ્ઠિના દીકરાને ત્યાં, દીકરી જન્મી છે. જોનારા મોંમાં આંગળા નાખી જાય એવી, રૂપ-રૂપના અંબાર જેવી આ દીકરી ! અને ૩૫ કરતાં અનેકગણું ચડિયાતું એનું ભાગ્ય ! કોઈ નકશામાં ન સમાઈ શકે એવું, એનું ભાગ્ય. જોષી મહારાજને કુંડળી બનાવવા તો આપી; પણ ભાગ્યનું વર્ણન કરવાનું એમનું ગજું ન હતું! કુંડળી દોરી એના ફળાદેશમાં મોટી પૂર્ણાકૃતિ ચીતરી, જાતકના પિતાને પરત કરી આવ્યા !
ગોળ વીંટો ખોલીને જોયું તો પાનાં સાવ કોરાં ! જોષીને પૂછ્યું, આમ કેમ ?જોષી મહારાજ હાથ જોડી કહે : “મારી કલમમાં એ કૌવત નથી કે તેનું ભાગ્ય હું લખી શકું ! એક તો, જેવું છે તે બધું હું વાંચી શકતો નથી અને જેટલું વાંચી શકું છું તે કલમ દ્વારા પ્રગટ કરી શકું તેમ નથી. હું આ જાતકના બાર ભવનના ગ્રહોના વર્તમાનની લિપિ ઉકેલવામાં લીન હતો ત્યારે જ શબ્દોએ આવી કાનમાં કહ્યું - આ ભાગ્યને શબ્દદેહમાં પૂરવાની અમારી શક્તિ નથી માટે, અમને કાગળ પર ઉતારી શરમિંદા બનાવશો નહીં – હું, એમ જ લઈ આવ્યો છું.”
વાત, વિસારે પડી. દીકરી સોનાને ઘૂઘરે રમતી, કમળભરેલા વિશાળ સરોવરમાં. હંસ જેમ એક કમળથી બીજા
૧૧૪: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org