________________
ત્રણ : પેથડશાની જ્ઞાન પ્રત્યેની પ્રીતિનો એક પ્રસંગ જોઈએ. બહુ ઓછા ધર્મપ્રેમીઓમાં આવી જ્ઞાનપ્રીતિ જોવા મળે. તે માટેની બે વાત નોંધાઈ છે.
૧. પ્રતિક્રમણનાં સૂત્રો દર છ મહિને ગુરુમહારાજ પાસે ધારી લેતા, જેથી કોઈ પાઠમાં આવી ગયેલી અશુદ્ધિ દૂર કરાય અને, સૂત્રો પૂર્ણશુદ્ધિ સાથે બોલી શકાય.
આવું કોણ કરે ? દર છ મહિને ગુરુમહારાજના મુખથી સૂત્રોના ઉચ્ચાર, ગ્રહણ કરવાથી જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થાય, બુદ્ધિ તેજ બને.
૨. ઓછામાં ઓછી એક નવી ગાથા મોંઢે કરવી, એવો આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજે ઉપદેશ આપ્યો હતો. સરળ-હૃદયી મંત્રીશ્વર પેથડે નિયમ કર્યો. ઉપદેશમાળા કંઠસ્થ થાય ત્યાં સુધી, રોજ એક ગાથા કંઠે કરવી; તેમ ન થાય તો, તે દિવસે સાંજનું ભોજન બંધ રાખવું. રાજ્યના કામમાં, એવું બનતું પણ ખરું. એવા સમયે ગાથા ન થાય અને માતા સાથે મીઠો પણ ઝગડો થાય !
તીવ્રતા જ, રસ્તો શોધી આપે છે. રાજસભામાં જતાં એક ગાથા કંઠસ્થ કરવી અને પાછા વળતાં એ ગાથાની પુનરાવૃત્તિ કરવી. --આમ નિયમ કર્યો અને ખરેખર, ૫૪૪ ગાથાની ઉપદેશમાળા, પૂરેપૂરી કંઠસ્થ કરી !
ચાર: પેથડમંત્રીમાં શ્રુત-રાગ કેવો ગાઢ હતો તે
પ્રસંગ જોઈએ.
ઉપાશ્રયમાં ગુરુમહારાજને વન્દન કરવા ગયા ત્યારે, પાંચેક સાધુઓ એક તરફ મંડળી આકારે બેસી, કોઈ સૂત્રના પાઠ બોલતા હતા. કુતૂહલથી તેમની નજર પડી અને તે પાઠમાં વારંવાર આવતા ‘ગોયમા – ગોયમા' શબ્દ કાને સંભળાયા. મૂખ્ય આચાર્યમહારાજને પૂછ્યું : ‘ત્યાં શું ચાલે છે ?’
મહારાજશ્રીએ કહ્યું : “પરમપાવન પંચમાંગ શ્રી ભગવતીસૂત્રનો પાઠ ચાલે છે.
મંત્રીશ્વરે વિનંતિ કરી : ‘અમને પણ, સંભળાવોને ! કેટલા દિવસ લાગે ?’
‘આમ તો વિસ્તારથી શ્રવણ થાય તો, છ મહિના લાગે’ મંત્રીશ્વર કહે : ‘એટલો સમય ફાળવવો મુશ્કેલ છે’ ‘તો કેટલા દિવસ તમે આવી શકો ?’
પેથડ મંત્રી કહે : ‘સાત દિવસ’
૧૨૨ : પાઠશાળા
Jain Education International
......અને સાત દિવસમાં વિધિસહિત, એકાસણાપૂર્વક સંપૂર્ણશ્રવણ કર્યું. પાઠમાં જ્યાં જ્યાં ‘ગોયમા' પદ આવે ત્યાં સબહુમાન સોનામહોર મૂકવા સાથે શ્રી ભગવતીસૂત્રનું મનનપૂર્વક શ્રવણ કર્યું. એ સોનામહોરમાંથી, શ્રી ભગવતીસૂત્ર સહિત આગમગ્રંથો સુવર્ણાક્ષરે લખાવ્યા ! પેથડ મંત્રીની આ શ્રુતભક્તિ કેવી પ્રેરણાદાયી છે !
પાંચ: જ્ઞાનની ભક્તિની જેમ જ, વ્રત–પાલનના કેવા
પ્રેમી હતા, એ હવે જોઈએ. ખરેખર તો, તેમનું આખું જીવદળ જ ઉત્તમ છે. ભવિતવ્યતા ઊજળી છે; તેમને સાચા પ્રસંગે સાચું જ સૂઝ્યું છે ! એમના જીવનમાં બધા જ પ્રસંગોમાં વિશેષતા રહી છે.
બન્યું એવું કે, ખંભાતમાં આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજના પરમભક્ત ભીમશ્રાવકે બાર વ્રત સ્વીકાર્યાં તેની ખુશાલીમાં, ચતુર્થવ્રતધારી શ્રાવકોને બહુમાન પ્રીતિ સભર ભક્તિસ્વરૂપ, પૂજાની એક જોડ, સામાયિકની એક જોડ, એક કામળી - આટલાની એક-એક પોટકી, જેને મડી કહેવાય તેવી મડી ૭૦૦ નંગ મોકલી. પેથડ મંત્રીને પણ, આવી એક મડી મોકલાવી.
જેના દ્વારા આ મડી મોકલાવી, તે માંડવગઢ પહોંચી ગયા. પેથડશા કોનું નામ એમ પૃચ્છા આદરી. આવી ઉત્તમ ભેટ તો, સ્વાગતસાથે જ આવકારવી જોઈએ ! આંગતુકને કહેવરાવ્યું : ‘તમે ગામ-બહારની ધર્મશાળામાં રાત્રિ-રોકાણ કરો. અમે તમને, વાજતે-ગાજતે લેવા આવીશું.'
બીજે દિવસે શુભમુહૂર્ત સમયે, ૧૦,૦૦૦ની વિશાળ જનમેદની સાથે, વાજિંત્રના મધુરસ્વરથી ગગનને ભરીને બહુમાનપૂર્વક મડી લાવ્યા અને ગૃહમંદિરમાં પધરાવી.
જિનમંદિરમાં પ્રભુ-પૂજા કરી ગભારાની બહાર આવતાં, મડી પર ભાવથી કેસરછાંટણાં કરતા હતા તેવે સમયે પ્રથમિણી પ્રવેશ કરતાં હતાં. સ્મિત સાથે હાથના ઇશારાથી પૂછ્યું : ‘આ શું કરો છો ?’પેથડે પણ, પૂજાના વસ્ત્રનો છેડો દર્શાવીને કહ્યું : ‘પહેરવાને યોગ્ય બનવા માટે પ્રાર્થના કરું છું.'
પૂજા, ચૈત્યવંદન કરીને પ્રથમિણી જેવા બહાર આવ્યાં કે તુર્ત કહ્યું : ‘વિલંબ શા માટે ? હું તૈયાર છું. મુહૂર્ત લેવા જઈએ.’
મલકાતા સ્વરે પેથડ બોલ્યા : 'આચાર્યમહારાજને આમંત્રણ આપવા જઈએ. ’ તેઓના પ્રબળ પુણ્યોદયે આચાર્યશ્રી નજીકના ક્ષેત્રમાં બિરાજમાન હતા. શુભમુહૂર્તે અને શુભશુકને બત્રીસ વર્ષની ભરયુવાનીમાં પેથડકુમાર તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org