________________
: દેહભાવથી પર સાધ્વીજી શ્રી લક્ષ્મણાશ્રીજી : અધૂરી સાધના આગળ વધે છે..
હોય અને કેટલાંક નિકાચિત ચારિત્રમોહનીય કર્મ વેદવાના બાકી હોય; તે માટે જ સંસાર માંડે'; એ રીતે તેમને સંસાર માંડવો પડ્યો. મન માને નહીં, મન કચવાય. આ બધામાંથી, છૂટવા ઝંખે. પૂજ્ય મેઘસૂરિજી મહારાજ પાસે દીક્ષા ન લેવાય ત્યાં સુધી આયંબિલ કરવાનો અભિગ્રહ હતો. આ તપ સતત બે વર્ષ સુધી ચાલ્યું ! એક દીકરો હતો, તે દશ વર્ષની વયનો થાય પછી જ દીક્ષા લઈ શકાય.
મનની ઉત્કટતા એટલી બધી કે,ધીરજ કેમ ધરી શકે ! ઘરમાં જ વેષ બદલી લીધો ! ભારે હો-હા થઈ. સાધ્વી વેષમાં જ ઘરમાં રાખ્યા અને પછી વિધિ કરાવી. વૈરાગ્ય તીવ્ર હતો. અતિ મિતભાષી સ્વભાવ, કશા પર મોહનું તો નામ નહીં. દેહભાવથી ઉપર ઇન્દ્રિયભાવ તેનાથી ઉપર, મનોભાવ અને તેનાથી પણ ઉપર આત્મભાવનું સામ્રાજ્ય ! જાણે કે –એકાદ
વિ. સં. ૨૦૫૧ મહા વદ ૧૪ના દિવસે સવારે ધરણીધર પાર્થપ્રભુજીનાં દર્શન કરવા જતાં, રસ્તામાં
જ્યોતિપ્રભા-લેટમાં જવાનું થયું, જ્યાં સ્થિત સાધ્વીજી મહારાજના સમુદાયમાં, સાધ્વીજીશ્રી લક્ષ્મણાશ્રીજી નામનાં સાધ્વીજી હતાં.
લગભગ ૭૫ વર્ષની જૈફ વય; શરીર રોગથી ઘેરાયેલું તેથી, સાધ્વીજી સંપૂર્ણ સંથારાવશ હતાં. તેમની પાસે શાતા પૂછવા ગયા. સૃષ્ણ શરીર, અસ્થિશેષ થયું હતું; છતાં મોં પર તેજ હતું. શરીરમાં પુષ્કળ દાહ થતો હતો. મોંમાં તો જાણે, અંગારા ભર્યા હોય! પેટમાં પણ, લાક્ય બળતી હતી. જીવન ટકાવવા માટે માત્ર પ્રવાહી લઈ શકતાં; દૂધ, મોસંબીરસ અને પાણી, આવું દિવસમાં ત્રણ-ચાર વાર લેવાતું. લઘુશંકા થઈ જવાના કારણે સહવર્તી સાધ્વીજીને કષ્ટ ન પડે માટે, પાણી તો, માત્ર એક-બે ચમચી જેટલું જ લેતાં! લઘુશંકા થઈ જાય; તો પણ, ખ્યાલ ન રહે એટલે અંશે, શરીરનો નીચેનો ભાગ અચેતનવતુ જડ જેવો, થઈ ગયો હતો. વળી, બીજાને કષ્ટ આપવું પડે છે તે ખ્યાલથી તેમને, પારાવાર ક્ષોભ, દુઃખ અને પીડા થતી હતી.
આ વયે, રોજ પચ્ચક્ખાણ કરતી/કરાવતી વખતે રકઝક થાય. સાધ્વીજી કહે કે, ‘ઉપવાસ કરાવો, માસખમણ કરવું છે.' જીવનની એકમાત્ર અભિલાષા, એમની તીવ્રતમ ઝંખના, માસક્ષમણ કરવાની હતી. પરિવારમાં કોઈએ આ તપ કરેલું નહીં; તેથી પણ, મનમાં તીવ્ર ભાવ હતા.
નાગકેતુના પૂર્વભવમાં, બાળકને અઠ્ઠમ કરવાની તીવ્ર ભાવના થઈ હતી, –એ કથાની યાદ આવી જાય ! આ પછીના ભવમાં લક્ષ્મણાશ્રીજી સાધ્વીજીને મનુષ્ય-જીવન મળે તો, જન્મતાવેત માસક્ષમણ શબ્દ સાંભળતાં માસક્ષમણ કરે તો નવાઈ નહીં એટલું તીવ્ર; અનુસંધાન માસક્ષમણ સાથેનું બંધાયેલું હોય તેવું લાગે !
એમણે દીક્ષા પણ કેવા સંજોગમાં લીધેલી? જાણે કે, નિર્વેદ શબ્દ મૂર્તિમંત થયો ન હોય! આ ભવ, તે એક કેદખાનું છે; તેમાંથી નીકળવા, કેદી જે રીતે ઝૂરે અને ઝઝૂમે એવી, સંસારમાં તેમની અવસ્થા હતી ! “સમકિતવૃષ્ટિ અવિરતિધર
બુદ્ધિ, આત્મભાવને આધીન વર્તતી હતી. દેહ અને દેહના રોગ, પીડા – આ બધાનો તો વિચાર સુધ્ધાં ફરકતો ન હતો. નિરંતર આત્માનો જ વિચાર રમતો રહે! શ્રી આનંદઘનજીના શબ્દો, –‘આતમધ્યાની’ શ્રમણ કહેવાય એ શબ્દ ચરિતાર્થ થતો જોવા મળે ! અમે મળ્યા તે પછી પંદરેક દિવસે જાણવા મળ્યું કે, તેઓએ આ વ્યાધિગ્રસ્ત જર્જરિત દેહમાંથી મુક્ત થઈને નવો-નકોર દેહ ધારણ કરવા અહીંથી શ્રી સીમંધર દેવ કને જવા પ્રયાણ આદરી દીધું છે.
........ધન ઉપરની મૂછ ઊતરવી શરૂ થાય, ત્યારે શ્રાવકપણું પ્રગટે તેમ, દેહ ઉપરની મૂછ ઊતરે છે ત્યારે, સાધુપણું પ્રગટે છે. ધનની મૂછ ઉતારનારા શ્રાવક ક્યારેક જોવા મળે છે ત્યારે પ્રમોદ થાય છે પણ દેહની મૂછ ઊતરી ગઈ હોય તેવી સાધુતાનાં દર્શન થાય ત્યારે ‘પુલકિત થઈ જવાય છે. સાધ્વીજીશ્રી લક્ષ્મણાશ્રીજીના દર્શને એ અનુભવ થયો.
દેહ અને આત્માં જુદા જ છે –સ્થાનમાં રહેલી તલવારની જેમ- “એવું યથાર્થ-દર્શન'ત્યારે થયું હતું. આત્મા જ બોલતો હતો. આત્માના ભાવોમાં રમમાણ વ્યક્તિનું ઉદાહરણ, મનમાં અંકિત થયું. એ સવાર ધન્ય બની ગઈ!
ધન્યતે મુનિવરા રે !: ૧૧૧
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only