________________
છેલ્લે સુધી, દીવો ઝળહળતો રહ્યો...
આ વાત છે, તેઓની ઢળતી વયની. છેલ્લું ચોમાસું તેઓ તેમની જન્મભૂમિ મહુવામાં બિરાજમાન હતા. શરીર અશક્ત હતું. વ્યાધિથી પ્રસ્ત હતું; પણ, અંદરના સ્વસ્થ મનના દીવડાનું તેજ, અકબંધ હતું. વયના કારણે, વ્યાધિના કારણે, શરીર પર તેની અસર પૂરી વર્તાતી હતી; પણ, શરીર જુદું છે, આત્મા જુદો છે--તેવી તેઓને તૃઢ અને સ્પષ્ટ પ્રતીતિ, થઈ ગઈ હતી. સહજ-રીતે, તેમનું જીવન તપોમય વીત્યું હતું. જીવનના પ્રારંભમાં વર્ષો સુધી તેમણે, દશ તિથિના ઉપવાસ કર્યા હતા. વર્ષો સુધી પોરિસી પચ્ચક્ખાણ થયા હતા. ફળ કે રસનો, કદીયે ઉપયોગ હતો નહીં. વિલાયતી દવા કે ઈજેકશન ક્યારે લીધા નથી. આધુનિક ડૉકટરો કરતાં વૈદ્યો અને ઘરગથ્થુ ઈલાજો પર ભરોસો. દાંત હાલતા હતા ત્યારે ડૉકટરે કહ્યું કે પડાવવા પડશે; ત્યારે, છીંકણી ઘસીએ, તો હાલતાં દાંત મજબૂત થઈ જાય; એ સમજથી તેઓએ એ પ્રયોગ કર્યો અને દાંતે છેલ્લે સુધી, તેઓ સાથેની મૈત્રી નિભાવી. તેઓશ્રી દૂધ વાપરવાની મના કરતા; એમાંયે યુવાન સાધુઓએ, એ ન વાપરવું તેમ કહેતાં અને સાંજના સમયે તો ન જ લેવું તેવું જણાવતા. સાધુની સાધુતાના અલનોનાં કારણો તરફ તેઓ ખૂબ જ સજાગ રહેતા. આવા-આવા ઉચ્ચ વિચારોને કારણે, તેઓનું મન આખરી વય સુધી પણ દેહ-વશ ન બન્યું; પણ, આત્મ-વશ જ બની રહ્યું. જુઓને ! કાળધર્મ પામ્યાના આગલા દિવસની જ આ વાત ! આસો વદ ચૌદશ. સાંજનું પ્રતિક્રમણ સભાનતાથી કર્યું. શરીર તો, રોગથી જર્જરિત હતું જ. પોણા બે કલાક સુધીનો પમ્મી-પ્રતિક્રમણનો સમય. છતાં મનની સ્થિરતાપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા, પૂજ્ય આચાર્ય નંદનસૂરિ મહારાજ અને મુનિશ્રી ધુરંધરવિજયજી સાથે પોતે રસપૂર્વક, મન દઈને કરી પ્રતિક્રમણ બાદ પૂજ્ય ઉદયસૂરિ મહારાજ વગેરે જ્યારે શાતા પૂછવા આવ્યા ત્યારે પૂજ્યશ્રીના મુખમાંથી સહજ ઉદ્ગાર સરી પડ્યા : आज धुरंधर ने पडिक्कमणा अच्छा कराया। ચેતના ઊર્ધ્વગતિ તરફની હોય, ત્યારે જ આવું જોવા મળે. આપણે, એવી ચેતનાને શત-શત વંદન કરીએ.
ધન્ય તે મુનિવરા રે !: ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org