________________
: ૨ : પૂર્વતૈયારી
વીસા-નિમા ધર્મશાળાએથી પૂ. જંબૂવિજયજી મહારાજ સાથે વાત કરીને, કેસરિયાજીમાં આવતો હતો. મનમાં દુકાળ – ઉનાળો - અભિષેક આ બધા વિચારો જ ચાલતા હતા, કહો કે દોડતા હતા. ત્યાં, નિવૃત્તિ નિવાસની કમ્પાઉંડવોલના નાનકડા છાંયડામાં, એક ગર્દભરાજને પગ ઊંચાનીચા કરતાં ઊભેલા જોયા અને કવિ જયન્ત પાઠકની ઉનાળાની એક બપોરની વર્ષો પહેલાં વાંચેલી પંક્તિઓ યાદ આવી ગઈ !
ને ઊંચા ઓટલા પાસે ઊભો છે લંબકર્ણ તે, કરીને પગને ઢીલા, માંખો ઉડાડવા મિષે ક્વચિત કાન હલાવે છે, ક્વચિત પુચ્છ ધીમે ધીમે.
| (અનુષ્ટ્રપ) આવીને આસને બેઠો. એવામાં ટપાલી આવ્યો. ટપાલમાં ભાયાણી સાહેબનો પત્ર હતો. એમના વતન મહુવામાં અમે હતા ત્યારે, મેં પત્ર લખ્યો હતો તેનો એ ઉત્તર હતો. પત્રમાં એમણે પણ ઉનાળાના વર્ણનનો એક શ્લોક પોતે કરેલા અનુવાદ સાથે લખ્યો હતો.
--- જાણે ચારે બાજુ, એક જ નાદ .. આર્તનાદ .. આર્તનાદ.
એ શ્લોક અને અનુવાદ પણ રસાળ છે. કવિ ક્ષેમેન્દ્ર રચિત શિખરિણી છંદનો શ્લોક અને ભાયાણી સાહેબે માત્રામેળમાં કરેલો અનુવાદ આ પ્રમાણે છે : निजां काय-च्छायां, श्रयति महिषः, कर्दमधिया, च्युतं गुजापुज, रुधिरमिति, काकः कलयति। समुत्सर्पन सर्पः, सुषिरविवरं, तापविवशः, ससीत्कारा धूतं, प्रविशति करं, कुञ्जरपतेः ॥१॥ નિજ પડછાયો કાદવ સમજી, મહિષ ત્યહીં આળોટે ચણોઠી ઢગને રુધિર જાણીને, કાગ ચંચુ ચટ ચટકે તાપે વ્યાકુલ સર્પ ખોળતો ક્યહી, પોલાણ મળે તો હાથી સૂંઢ પેસત, ગજ સીત્કારત, સૂંઢ ઘૂમવતો.
પત્રમાં તેમણે, આની પહેલાં વિ. સં. ૧૭૮૭ માં ગુજરાતમાં જે દુકાળ પડેલો તેનું વિસ્તૃત વર્ણન, શ્રી
સમયસુંદર ઉપાધ્યાયે કર્યું છે, એની વાત પણ લખેલી.
પછી, સાંજે ને રાત્રે, ચાલતાં ને બોલતાં, મનમાં એક જ વિચાર ચાલ્યા કર્યો. દાદાના અભિષેક કેવી રીતે કરવા જોઈએ ? તેમાં શું-શું કરવું જોઈએ? શું-શું કરી શકાય? શેનો-શેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?
બીજે દિવસે, જંબૂવિજય મહારાજ સાથે બેસવાનું થયું ત્યારે, પેઢી તરફથી સંમતિ આવી ગઈ હતી; એટલે હવે કયા દિવસે આ શુભ-મંગલ પ્રસંગ યોજવો તે નક્કી કરવા પંચાંગ હાથમાં લીધું. તેઓશ્રીએ બધી રીતે વિચારીને કહ્યું :
અષાઢ સુદિ એકમ, ગુરુવાર, પુષ્ય નક્ષત્ર -- આ દિવસ રાખીએ.
ઉત્તમ દિવસ ! ગુરુ પુષ્યામૃત યોગ ! વળી મેઘદૂતને આહ્વાન કરવાનો દિવસ
- બાષઢિસ્ય પ્રથમ દિવસે .. આ શુભ વિચારમાત્રથી પણ મન પુલકિત થઈ ઊડ્યું ! કાર્યસિદ્ધિના અણસાર દેખાયા!
તૈયારી માટે ૧૩/૧૪ દિવસ મળે તેમ હતા. મુંબઈ શ્રી રજનીભાઈ દેવડીને જણાવવા માટે, આ.ક.પેઢીના મેનેજર શ્રી કાંતિભાઈને સૂચના આપી.
વળતો સંદેશો તરત અમને મળ્યો :
બધો જ સંપૂર્ણ લાભ મને આપવા કૃપા કરશો. અનિવાર્ય કારણોસર મારે પરદેશ જવું પડે તેમ છે. મારા મિત્ર ચંદુભાઈ ઘંટીવાળા આપની પાસે આવીને, બધી કાર્યવાહીમાં જોડાઈ જશે; અને બન્યું પણ એમ જ. બીજે જ દિવસે બપોરના બાર વાગ્યા આસપાસ ચંદુભાઈ આવી પહોંચ્યા. મારી સાથેની એમની આ પહેલી મુલાકાત ! પણ જંબૂવિજયજી મહારાજને પરિચય હતો. એમણે ચંદુભાઈને મને ભળાવ્યાં અને કહ્યું :
જે-જે સૂચનો આપવાં હોય, કામ આપવાનાં હોય તે બધાં એમને ઉદારતાપૂર્વક આપો. લખાવો. બધું જ કરી, કરાવી આપશે.
ચંદુભાઈને તો ઈશારો જ પૂરતો હતો!
કાર્યવાહી આગળ ધપાવવાની શુભ શરૂઆત એ ક્ષણથી જ થઈ ગઈ.
સૌ પ્રથમ, અઢારે અઢાર અભિષેક માટેની ઔષધિઓ, દ્રવ્યો, જર-ઝવેરાત, પુખો સામગ્રીની વિશદ યાદી તૈયાર કરી. મારા આશ્ચર્ય વચ્ચે તેઓએ, મારા આપેલાં માપથી ત્રણ ગણાં અને ચાર ગણાં માપ લખ્યાં! મોતી અને કસ્તુરી જેવાં દુર્લભ અને બહુ-મૂલ્ય દ્રવ્યો
અભિષેક: ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org