________________
વિન્યો હિ yભાવ: મણિનો, મંત્રનો અને ઔષધિનો તો, ન કલ્પી શકાય તેટલો પ્રભાવ હોય છે.
તમે પૂછો છો; તમારી જિજ્ઞાસા છે, તો થોડી વિગતે વાત કરું.
તમે ત્રિફળા નામની ઔષધિથી તો સારી રીતે પરિચિત છો જ. તેમાં ત્રણ દ્રવ્ય આવે છે. હરડાં, બહેડાં ને આમળાં. બરાબર ! હવે તેમાં જે બહેડાં છે તે, જેને સંસ્કૃત ભાષામાં વિનીત કહેવાય છે. તેનું બીજું નામ હૂિમ છે. “ગમે તેવા પરસ્પર હેતાળ એવા બે મિત્રો જો આ બહેડાંના ઝાડ નીચે વાતો કરવા, વિસામો લેવા, ટીમણ (બપોરનો નાસ્તો) કરવા બેસે ને થોડી જ વારમાં બેઉ જણા આકરાં વેણ બોલવા સાથે ઝગડવા માંડે. પોતાને પણ ન સમજાય એવું આ બને.” બહેડાના ઝાડની છાયાનો આ પ્રભાવ છે.
હવે, તેનાથી સામી બાજુનું જોઈએ.
પરસ્પર મનમેળ વિનાના, મનમાં ઉદ્વેગવાળા બે ભાઈઓ જેવા અશોક વક્ષ (આસોપાલવ નહીં)ની છાયામાં બેસે, એટલે થોડી જ વારમાં શોકરહિત અને પૂર્ણમૈત્રીવાળા બની જાય. માટે જ સંસ્કૃતમાં કહે છે કે :
अशोकः शोकनाशाय, कलये च कलिद्रुमः ।।
1
2
છે, જે રાજા પાસે એક દેવની શક્તિનું વર્ણન કરે છે. એ દેવ પોતાના તાબામાં છે, બોલાવે ત્યારે આવે છે; તેમ તે કહે છે. રાજાને સૂઝયું અને કહ્યું કે : મારી આ માંદી દીકરીમાં એ દેવને બોલાવ. રાજાના મિત્રે દેવનું સ્મરણ કર્યું અને દેવ દીકરીમાં આવ્યા. આમ થવા છતાં પણ, દીકરી બોલી નહીં. થોડી વારે દીકરી બોલી, ત્યારે રાજાએ પૂછ્યું કે વાર કેમ લાગી? દેવ કહે કે : આવીને બોલવા મન કર્યું, પણ દીકરી તો મૂંગી હતી, એટલે હિમાલયમાં જઈ ત્યાંથી ઔષધિ લઈ આવી, તેનો પ્રયોગ કર્યો પછી તે બોલતી થઈ.(પૃષ્ઠ:૧૬૦)
આ પરથી લાગે છે, કે દેવને પણ, ઔષધિની આ શક્તિનો સહારો લેવો પડે છે.
ઉપાધ્યાયજી મહારાજે ફેન્દ્ર સ્તુતિ તુર્વિશતિ ના ગ્રન્થની વૃત્તિમાં લખ્યું છે, કે બુદ્ધિના ક્ષયોપશમમાં દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારેય ભાગ ભજવે છે. તેમાં દ્રવ્ય તરીકે આ ઔષધિઓનું કામ આવે.
પ્રભુમાં પણ આઈન્ય શક્તિ છે, તેને ફરતાં જે આવરણ આવી ગયાં હોય, તે દૂર કરવા અને તેમાં સુષુપ્ત થયેલી એ શક્તિને જાગૃત કરવાનું કામ આ ઔષધિઓ કરે છે. વળી આશાતનાના કારણે જે તેજ આવરાયું હોય તેને પણ તે નિવારે છે; એટલે આવરણ અને આશાતનાનું નિવારણ થાય છે. વળી તે રોગ અને ઉપદ્રવથી પણ બચાવે છે. તે વાત થોડી વિચારી લઈએ.
જેમ ઔષધિઓ પ્રભાવસંપન્ન હોય છે અને તે કામ કરે છે, એ જ રીતે જે જળ ઉપયોગમાં લેવામાં આવે છે તે જળનો પણ પ્રભાવ હોય છે. જળ પણ ગજપદ કુંડ, ગંગા નદી વગેરે ઉત્તમ સ્થાનનું લાવવાની વાત છે. વળી તે પણ વિધિપૂર્વક લાવવાનું હોય છે. આવાં ઔષધિમિશ્રિત ઉત્તમ જળ અચિત્ત્વશક્તિયુક્ત અહંતુ પરમાત્માને સ્પર્શ પામીને નવી જ શક્તિને ધારણ કરે છે. આવા જળથી ઈતિ-ઉપદ્રવમારી-મરકી-રોગ-શોક બધાં દૂર થઈ જાય છે. સર્વકલ્યાણકારક અહિ જિનેશ્વર છે. તેમના પ્રભાવે ઉપદ્રવો શાંત થઈ જાય છે. નજીકના ભૂતકાળમાં બનેલી ઘટનાનું દ્રષ્ટાંત આ સમજવા માટે પર્યાપ્ત ગણાશે.
સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન જ્યારે માતાના ગર્ભમાં વિરાજમાન હતા, ત્યારે તે નગરમાં “મારી ફેલાયેલી હતી. તેના નિવારણ માટે અચિરા માતાના સ્નાનજળનો આખા નગરમાં છંટકાવ કરાવવામાં આવે છે. અને આના પ્રભાવે મારીનો ઉપદ્રવ શાંત થાય છે. આપણે ત્યાં
અશોક પુષ્પ અને પર્ણ
આ વનસ્પતિનો સામાન્ય પ્રભાવ કહ્યો. અરે ! વનસ્પતિના પ્રભાવની તો, શી વાત કરું! કેટલીક વાર તો દેવોની શક્તિ જ્યાં ન પહોંચે, ત્યાં ઔષધિની શક્તિએ કામ કર્યું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ પાસે જેમણે અધ્યયન કર્યું છે, તે આચાર્ય શ્રી સોમપ્રભસૂરિ મહારાજે કુમારપાળ પ્રતિબોધ નામનો ગ્રંથ રચ્યો છે, તેમાં એક કથા આવે છે:
એક રાજાની દીકરી સાવ મુંગી છે. રાજાનો એક મિત્ર
૬૨: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org