________________
પ્રત્યેની અનન્ય પ્રીતિ-ભક્તિ હતું ! પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અશોકચન્દ્રસૂરિ મહારાજના આશીર્વાદ લઈ, આ તપ આદર્યું હતું. તેમની શારીરિક કોમળતા વગેરે જોતાં આ તપ તેમના માટે અતિ દુષ્કર હતું. પ્રભુના ધર્મનો રંગ હવે તેમને ચોળ-મજીઠજેવો લાગી ગયો હતો. તેમની ધર્મપ્રીતિ, ઉદારતા, સરળતા,સ્વભાવગત પારદર્શકતા જેવા અનેક સદૂગુણોને કારણે, તેઓ શ્રીસંઘના રત્ન હતા.
આ ઐતિહાસિક અભિષેકમાં ભાગ લેવા જેમ ઘણા- ઘણા સાધુ-સાધ્વીજી મહારાજ પધાર્યા હતા; તે જ પ્રમાણે ભારતભરના સંધોના હજારો નહીં, લાખો (બે લાખ પંદર હજારનો આંકડો નિશ્ચિત નોંધાયો હતો.) શ્રાવકશ્રાવિકાઓ પધાર્યા હતા. સદીનો આ શ્રેષ્ઠ પ્રસંગ હતો. - રજનીકાન્તભાઈના મનમાં, શુભ ભાવની છોળો ઊછળતી હતી, જે એમની નજીક રહેનારને ભીંજવતી રહેતી; કહો કે પખાળતી હતી -- એ જળયાત્રા સતત ચાલુ રહેતી ! કોઈ માણસ થાળી ફેંકે, તો માથા પરથી બારોબાર નીકળી જાય, નીચે ન પડે; તેટલું માણસ હતું! શ્રી કલ્પસૂત્રમાં જે વર્ણન દર વર્ષે સાંભળવા મળે તે અહીં નજરે જોવા મળ્યું.
“ધન્ય લોક નગર ધન્ય વેળા” “નયનમતા સદસ્નેહિં' એ સત્ય લાગે. અહીં તો સહસ્ર નહીં, બલ્બ લક્ષ હાજરી હતી. તે વરઘોડાના સંકુલ કોલાહલ વચ્ચે, રજનીકાન્ત દેવડીને અમારા ગુરુ મહારાજ હેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું કે : તમારા બધા મનોરથ પૂર્ણ થયા; હવે કોઈ મનોરથ બાકી છે?એ વેળાએ રજનીભાઈ સત્વર બોલ્યા: સાધુપણું હજી બાકી છે. અગાઉ, મિત્ર ચંદુભાઈ સાથે આ વિષયે વાતો થતી રહેતી: ‘આપણે બન્ને એ માર્ગે પ્રયાણ કરીએ.' ત્યારે ચંદુભાઈએ એવું કહેલું કે: આ સંયમજીવનમાં મારું કામ નહીં. સંયમજીવન તો દુષ્કર છે. વળી, તમને પણ કેમ ફાવશે ? રજનીભાઈનો સહજ જવાબ હતો :
મન કરીએ તો, શું અઘરું છે ? બધું જ થઈ શકે.
જે દિવસે અભિષેક હતા તે દિવસની વાત તો, મારા મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ. સમગ્ર અભિષેકમાં કામની વહેંચણી કરવામાં આવી હતી, તેમાં મને શ્રી પુંડરીકસ્વામી ભગવાન સમક્ષ શ્રી શકસ્તવનો પાઠ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભાવિકોની સખત ભીડને કારણે હું ત્યાં સુધી પહોંચી ન શક્યો અને જ્યાં રજનીભાઈ સ-પરિવાર અભિષેક કરવાના હતા, તે દ્રાવિડ-વારિખિલ્લજીની
ચરણ પાદુકા પાસેની પરબની જગ્યાએ જ રોકાયો હતો. અભિષેકનું વિધાન પૂર્ણ થઈ જાય, તે પછી ગિરિરાજ સમક્ષ શ્રી શકસ્તવનો પાઠ કરીશું, એવી ધારણા હતી.
થાળી ડંકો વાગ્યો એટલે સર્વત્ર એક જ સમયે અભિષેક થયા. થોડીવાર રહી, બધા વિખરાવા લાગ્યા એટલે એ પરબના ઓટલે, ગિરિરાજ સમક્ષ શ્રી શકસ્તવના પાઠની તૈયારી કરી. રજનીભાઈ, તેમના પરિવાર જનો સાથે હજુ પાસે જ હતા. તેમણે પૂછ્યું: શું કરો છો?મેં કહ્યું : એક ઉત્તમ સ્તોત્રનો પાઠ કરીશું. તેઓ કહે: અમે સાંભળી શકીએ ? મેં કહ્યું : ખુશીથી. મારી બાજુમાં, રાજહંસવિજયજી તથા અન્ય સાધુઓ હતા. શ્રી શીલચન્દ્રવિજયજી પણ, ક્યારે આવીને પાછળ બેસી ગયા, તેનો અણસાર પણ આવ્યો નહીં. શક્રસ્તવ હવે પૂર્ણ થવા આવ્યું હતું. મેં કહ્યું : અહીંયાં રહેલા અનેક સમ્યગૃષ્ટિ દેવો આ અનુષ્ઠાનની અનુમોદના કરે છે. તમારા જીવનનું એક શ્રેષ્ઠ કાર્ય, આજે સાનંદ સંપન્ન થયું. મને એમ કે રજનીભાઈના મનમાં નગ્ધ ગન્મત્તે અને તો મવમયઃ એવું એવું રમતું હશે. પરંતુ મારા એ શબ્દો સાંભળી, શસ્તવના પુસ્તકના સાપડાની પાસે રહેલા મારા ઓઘાને હાથ વડે ખેંચીને, તેઓ બોલ્યા,
આ બાકી છે. આ આવે, તો કામ થયું કહેવાય.
એમના હૃદયમાંથી બહાર વહી આવેલી આ ભાવનાને, અમે આસપાસ બેઠેલા સહુએ સજળ નેત્રે અભિનંદી !
અત્યારે આ લખું છું ત્યારે પણ, એમના આ સાધુતા પામવાના અભિગમથી, ભાવવિભોર બનેલી વિકસ્વર. આંખો અને શ્રદ્ધાના તેજથી ઝળહળતો, એ ગોળ ચહેરો મને સ્પષ્ટ દેખાય છે. કાળની રજ ન ચોંટે, તેવી રીતે એ છબી, ચિત્ત પર અંકિત થઈ છે.
અમે સહુ નીચે ઊતરી, સૌ-સૌના સ્થાને પહોંચ્યા. ચો-તરફ, માણસો જ માણસ દેખાતા હતા. એ બધાની વચ્ચે શ્વેતવસ્ત્રધારી સેંકડો સાધુ-સાધ્વીજી મહારાજનાં અનાયાસ દર્શન થતાં હતાં. - સાંજે, પન્ના-રૂપા ધર્મશાળાના વિશાળ ચોગાનમાં બાંધેલા શમિયાણામાં, શ્રી રજનીકાન્ત દેવડીનું બહુમાન હતું. વધતા ઉત્સાહ અને ચડતા પરિણામે, અભિષેકનું મહાન કામ પૂર્ણ થયું હતું, એનો તૃપ્તિપૂર્ણ આનંદ હતો. તેમના અઠ્ઠમ તપ ઉપવાસનો, આજે ત્રીજો દિવસ હતો.
અભિષેક: ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org