________________
શોભે છે દાનથી નર
માનવભવની વિશેષતાઓ ગણવાની શરૂ કરીએ તો, તે પાર ન
આવે એટલી છે. એમાં પણ “દાન આપવાની વિશેષતા તો ફક્ત દેવ મનુષ્ય મનુષ્યને જ સાંપડી છે. આપવાના આ ગુણથી તે ચારે ય ગતિમાં
ઉપર ગણાયો છે. આપવાનું સામર્થ્ય ફક્ત મનુષ્યને જ મળ્યું છે.
અન્ય કોઈ ગતિના જીવને આ અહોભાગ્ય મળ્યું નથી. તિર્યંચ નારકી દાન આપનારનો હાથ ઉપર રહે છે. પ્રભુ મહાવીરને પણ દાન
આપનાર ભક્તનો હાથ ઉપર જ રહે છે. વળી દાન દેવાથી કીર્તિ -
યશ પ્રાપ્ત થાય છે, તે અ-મર હોય છે. તે સદાકાળ ટકે તેવું હોય છે. શાલિભદ્ર અને જગડૂશાહ જેવા દાતાઓ આજે પણ યાદ કરાતા હોય છે. ભામાશાના નામને કાળનો કાટ લાગ્યો કદી જાણ્યો છે? સવારનો સૂરજ ઊગે તે પહેલાં યાદ કરાય એવું, દાતાનું નામ પ્રાતઃસ્મરણીય હોય છે. સામે છેડે જઈને જોઈએ તો, કૃપણ એ તો માણસને મોટી ગાળ જેવું કલંક છે. એવી વ્યક્તિનું નામ લેવા પણ કોઈ તૈયાર ન થાય! જેને રોજ કાંઈને કાંઈ જોઈતું હોય છે, તેવું જ હોય છે તેનાથી બધા દૂર ભાગે.
જ્યારે જે રોજ-રોજ કાંઈક આપીને રાજી થાય છે -- દાન કરે છે, તે મહાન થવાલાયક છે. આવા ઉદારસ્વભાવીને તો, દાન વિના દિવસ પસાર થાય તો તે “આજનો દિવસ ફોગટ ગયો’તેવું માને ! આવી વ્યક્તિ ઉમદા મનુષ્ય તો છે જ; અને ફરી મનુષ્ય-ભવ મેળવવાની લાયકાત પણ, તેનામાં છે એમ કહેવાય છે. ' જે જોઈતું હોય તે આપો - આપી દો, એ બમણું થઈ પાછું મળશે એમ કહેવાયું છે. જે આપો છો તે જ વળતું પાછું મળે છે. “આપો તેવું પામો અને વાવો તેવું લણો' એ વાત આપણે ક્યાં નથી જાણતા? ધરતીને એક દાણો આપીએ તેમાંથી આપણે અનેક દાણા પાછા મેળવીએ છીએ. આથી દાનનો નિયમ સિદ્ધ થાય છે. ખબર છે? ગરીબોને માત્ર યાચક નહીં, પણ બોધ-દાતા તરીકે મૂલવવામાં આવે છે. કહ્યું છે :
યાચકો નૈવ યાચે છે, બોધ આપે ઘરે-ઘરે; ‘આપો, આપો. ન આપો તો, મારા જેવા થશો તમે.”
याचका नैवयाचन्ते, बोधयन्ति गृहे-गृहे। दीयतां-दीयतां दानमदातुः फलमीदृशम्।।
૩૬:પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org