________________
નૂતન વર્ષારંભે : પ્રાતઃવંદના
કુંજર-સમા શૂરવીર જે છે, સિંહ-સમ નિર્ભય વળી, ગંભીરતા સાગર-સમી, જેના હૃદયે છે વરી; જેના સ્વભાવે સૌમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની, એવા પ્રભુ-અરિહંતને પંચાંગભાવે હું નમું. જેના અનુગ્રહ થકી, થતી શુદ્ધ-બુદ્ધિ, જેની સદૈવ અતિ-પ્રેમળ શાંત વૃષ્ટિ; મારા હિતાર્થ મનમાં, દિન-રાત ચિંતે, ભાવે કરું નમન તે, ગુરુપાદ યુગ્મ. પ્રાતઃ સ્મર્યા થકી, સુપુણ્ય વધારનારા, સદ્ધોધથી સકલ-સંશય ટાળનારા; ભવ્યો રૂપી કમળને, વિકસાવનારા, એવા શ્રી નેમિસૂરિ, રાજગુરુ અમારા. માતાની યાદથી ઉપમા, દઈ ના શકાય, માતાનું હેત કદી, વર્ણવી ના શકાય; માતા-તણા ઋણ-તણી નહીં ફેડ થાય, માતાની યાદથી મને, બહુ હર્ષ થાય. સંસ્કાર, શિક્ષણ અને, કુળધર્મ આપ્યા, ઉચ્ચ અભિલાષ હૃદયે, કરી યત્ન પોષ્યા; જાણે થયા તનમાં, તનુધારી બીજા, તે તાતના સ્મરણથી, બનું પુષ્ટકર્મા.
નૂતન વર્ષના નવલા પ્રભાતે આપણા ઇષ્ટદેવને, ઉપકારી ગુરુ મહારાજને તથા પહેલા ઉપકારી માતા-પિતાને પ્રણામ કરવાથી, તેમના પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાથી, ગુણપ્રાપ્તિનું દ્વાર ઊઘડે છે. પહેલી સ્તુતિ જાણીતી રચના અરિહંત-વંદનામાંથી લીધી છે. બીજી સ્તુતિ સામાન્ય ગુરુવર્ગ માટેની છે. ત્રીજી સ્તુતિ પૂજ્યપાદ શાસનસમ્રા શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની છે. તે પછીની માતા અને પિતાની સ્તુતિ, સાદા પણ, હૃદયમાંથી ઊગેલા શબ્દો દ્વારા થયેલી સ્તુતિ છે. માતા-પિતા અને સામાન્ય ગુરુની સ્તુતિ “સંસ્કારગીતો’ નામની, યજ્ઞપ્રકાશનની નાનકડી પુસ્તિકામાંથી ઉદ્ધત કરેલી છે. આવાં પદો સરળતાથી કંઠસ્થ થઈ જાય તેવાં હોય છે. તેના પાઠથી હૃદયના ભાવોને એક વાચા મળતી હોય છે. તેનાથી દિવસનો પ્રારંભ થાય તો દિવસ, મંગળદિવસ બની જાય છે.
ઉત્તમ ગુણસંપત્તિવાન પૂજ્ય વ્યક્તિને પ્રાત:કાળે સ્મરણ કરી વંદના કરવી, એ આપણા દેશની શિષ્ટ પ્રથા રહી છે. બે હાથ જોડી, મસ્તક નમાવી વંદના કરીએ. ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org