________________
ઝોયાની મુઠ્ઠી પ
સમજ અને સ્વભાવના અંતરને ઓગાળીએ
સમજ અને સ્વભાવમાં કોણ ક્યારે જીતે છે, એ જોતાં રહેવું પડે. લોકો તો ક્ષણેક્ષણે સમજને જુએ, જાણે, ઓળખે; કારણ કે તેના આધારે બોલાય છે, લખાય છે. જ્યારે સ્વભાવ તો, સીધો વર્તનમાં ડોકાય છે. સ્વભાવ મુજબનું વર્તન અને સમજ મુજબની વાણી –– તેની વચ્ચે અંતર દેખાય ત્યારે લોકો સમજનો છેદ ઉડાડે; કારણ કે સ્વભાવે સમજને છેહ દીધો. સાચી વાત તો એ છે કે સમજ વધતાં, સ્વભાવમાં પણ યથાયોગ્ય ફેરફાર થવો જરૂરી છે. સ્વભાવમાં ફેરફાર એ, આપણી સમજનું ફળ છે.
SEEK
સમજ જ્ઞાનથી નીપજે છે. જ્ઞાન તો દર્પણ છે. દર્પણમાં જોઈ જેમ આપણા મુખને આપણે ઠીકઠાક કરીએ છીએ, તેમ સમજને આધારે સ્વભાવને સુધારતા રહીએ. પછી સમજનો ભાર નહીં રહે, સ્વભાવની સુંદરતા વધશે. સમજ અને સ્વભાવનું અંતર, જેટલું ઓછું તેટલી એ વ્યક્તિ મહાન !
Jain Education International
અક્ષર
માછલી અને હંસ, સ્વભાવ અને સમજ ! માછલી જેવો તરલ સ્વભાવ બદલાતો બદલાતો, સુધરતો છેવટે હંસ જેવો શુભ્ર - અમલિન થઈ, નીર-ક્ષીરના ભેદ પારખી શકે એવી સમજ કેળવી, છેક પાતાળમાંથી ઊર્ધ્વ દિશાએ આકાશગામી થઈ મુક્તિની ઉડાન હાંસલ કરશે. આ પરિવર્તન આમ ક્રમે ક્રમે અને અનાયાસે -સહજપણે થતું, જગખ્યાત કલાકાર એશ્વરે, કુનેહભરી કળાથી દૃશ્યમાન કર્યું છે.
For Private & Personal Use Only
કચ
ચિંતન : ૧૫
www.jainelibrary.org