________________
UPIS
વસંતઋતુની શરૂઆત હતી. વસંતપંચમી સાવ નજીક હતી. પરંતુ સંવત ૨૦૫૭ (૨૬ જાન્યુઆરી ૨૦૦૧)ની આ વસંત, પાનખર પુરવાર થઈ.
માત્ર થોડી સેકંડોના સમયમાં ભૂકંપના જબ્બર આંચકાઓએ કેટલું બધું વર્તમાનનું, ભૂતકાળમાં પલટાવી દીધું. સેંકડો ગામના અને હજારો માણસોના ઇતિહાસ પર તો, ક્ષણવારમાં પૂર્ણવિરામ મુકાઈ ગયું. ભવિતવ્યતાનો ભીષણ ભરડો વીંટળાઈ વળ્યો. કાળની એક ફૂંક, અને બધું ઓલવાઈ ગયું. ઘડીભરમાં માણસ સૂનમૂન થઈને ઊભો રહી ગયો. શુંનું શું થઈ ગયું ! જોનારની આંખોમાં આંસુ થીજી ગયાં. હૈયું ધબકારો ચૂકી ગયું. હોઠ સિવાઈ ગયા. વણમાંગી વિટંબણાઓ વૈરી થઈને ચોગરદમ ઘેરી વળી વીંટળાઈ ગઈ.
ઘણુંબધું ધરાની અતલ ગર્તામાં ઊંડે ધરબાઈ ગયું. તો કેટલુંક, માનવના ઊંડાણમાં હતું તે, બહાર પણ આવ્યું. વિપત્તિ અંદરના ખમીરને બહાર આણે છે, એવું જે કહેવાય છે તે, અવસરે Thr સમજાય છે. E
Sterious is left met 55 વિપદ્ ગંગે, વંદું તુજ ચરણોમાં મસ્તક ધરી
એક કુટુંબમાં, મા અને દીકરી - બે જ બચ્યાં. બાકી બધાં પ્રભુને પ્યારાં થઈ ગયાં. એક સ્વયંસેવિકા બહેને દિલાસો આપતાં, દીકરીને ચોકલેટ આપવા માંડી. દીકરી ન લે. બહેનને એમ કે વધારે જોઈતી હશે. મૂઠો ભરીને આપવા માંડ્યો. તો પણ બાળકીએ ન લીધી. તે જોઈને દીકરીની મા બોલી કે શું અમે ભીખારી છીએ ! એ સાંભળી સેવિકાની આંખો ભીની થઈ ગઈ ! ક્યાંથી આવે છે આ શબ્દો !
ભીતર ક્યાંક હજી ખુમારી સળવળે છે. એને ધબકતી રાખીએ.
RUBEL
૨૪: પાઠશાળા
Jain Education International
સવજી છાયા
For Private & Personal Use Only
www.jainelibrary.org