________________
સંવેદનશીલતાથી ધબકતા રહીએ
વર્તમાનયુગને યંત્રવાદનો યુગ કહેવાય છે. યંત્રવાદના ફાયદા હોય જ. એ ફાયદાની યાદી કરીએ તો, એનાથી પણ મોટી એના ગેરફાયદાની છે. યંત્રથી આપણે ખૂબ ટેવાયેલા છીએ. ફોન, કમ્પ્યૂટર, ટી.વી. વગેરે સાધનો આપણા જીવનનું અંગ બની ગયાં છે. આ બધાં સાથે પનારો પડે એટલે તેની જડતાનો ચેપ આપણને લાગે જ લાગે ! યંત્રોની સોબતથી હૃદયની સંવેદનશીલતા હણાતી જાય છે. હૃદય સંવેદનશીલ હોય છે. બુદ્ધિ વિચારશીલ હોય છે. કોઈ કામ રોજ એકસરખી રીતે કરાતું રહે તો પણ, સંવેદનશીલતામાં ઓટ આવે છે.
જ
મોટર, સ્કૂટર, રિક્ષા, ટ્રેક્ટર જેવાં યાંત્રિક સાધનોને બદલે, માણસ જ્યાં સુધી બળદ-ગાડાં, ઘોડા, હળ વગેરે સાથે જીવતો હતો ત્યારે એ સજીવ સૃષ્ટિની અસર સાથે તેનાં સુખ-દુઃખનો વિચાર રહેતો. આવી સંવેદના માણસના જીવનના ભાગરૂપ હતી. એથી પોતાનું જીવન પણ જીવંત રહેતું. સહજ રીતે વિચારનો વિસ્તાર સધાતો હતો.
સંવેદનશીલતા તો, આપણી જીવન મૂડી છે. એ કોઈ પણ ભોગે જળવાવી જોઈએ. અને તેનાથી જ વિવિધ લલિત- કળાઓ - સાહિત્ય-સંગીત-સ્થાપત્ય-શિલ્પ-ચિત્રકળા વગેરેને માણવા અને અનુભવવાની દૃષ્ટિનો વિકાસ થાય છે. એના ફળરૂપે સ્વયંની દૃષ્ટિમાં સૂક્ષ્મતા આવે છે.
બીજાનાં દુ:ખ જોઈ દિલ દ્રવે તે, સંવેદના કહેવાય. આ સંવેદનાને ગુમાવવાની અણી પર આપણે આવી ઊભા છીએ. હૃદયને આવી સંવેદનાઓથી છલોછલ ઉભરાવવા માટે આપણે પ્રકૃતિની નજીક રહીએ. પશુ-પક્ષી-વૃક્ષ-વેલી-સૂર્ય-ચંદ્રતારા-બાળકોની સૃષ્ટિમાં વધુ વિહરીએ,
તેમાં મન પરોવીને રસ લઈએ તો, આપણું હૃદય સંવેદનશીલતાથી ધબકતું રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org