________________
તતઃ પ્િ । તેથી શું? So What?
e] કe Peh PJs [+h + ]+lf ]+2+ 03 ]]>>&le
IF વિચાર સુખ આપે છે અને દુઃખ પણ આપે છે. સુખ આપે તેવા વિચારથી, સુખી થવાય અને દુઃખ આપે તેવા વિચારથી, દુ:ખી થવાય.
તતઃ કિમ્ । આ મંત્ર છે. અદ્ભુત મંત્ર છે. ઝેર ઉતારનાર મંત્ર છે.
દીનતાના વીંછીનું ઝેર ચડ્યું હોય કે, આસક્તિના સાપનું ઝેર ચડ્યું હોય, આ મંત્રના મનનથી તે ઝેર ઊતરી જાય છે.
Jain Education International
કોઈને માન-સન્માન મળ્યાં, વૈભવ અને ઐશ્વર્ય સાંપડ્યાં. આપણને તે ન મળ્યાં. આપણામાં દીનતા
આવી, નાનપ આવી. મનમાં ઝીણું-ઝીણું અસુખ હું થવા લાગ્યું. તેવે સમયે, જો વિચાર ઝબકી જાય તેથી
શું ?તેને મળ્યું છે તે, તેના પુણ્યથી મળ્યું છે. મને પણ મળવાનું હશે તો, ક્યારેક મારા પુણ્ય થકી મળશે...
...અને પુણ્યોદયથી કદાચ મળી ગયું, તેનાથી ગર્વ થવા લાગ્યો. પોતાની જાતને વિશેષ ગણવા લાગ્યા ! ફુલાયા ! ત્યારે પણ, જો આ મંત્ર યાદ આવે – તેથી શું ? તો તરત જ, એ ઐશ્વર્યની અનિત્યતા અને અશરણતા સમજાઈ જશે અને આસક્તિ તૂટવા લાગશે.
‘તેથી શું ?’-- એ મંત્ર વિચાર, ઐશ્વર્ય અને ભર્યા-ભાદર્યા જીવન વચ્ચે ઘૂંટાવા લાગે ત્યારે, બધા જ ભૌતિક પદાર્થોની નિઃસારતા, નિર્ગુણતા દેખાય છે. ક્ષણભંગુર ભૌતિક પદાર્થોની આસક્તિ ઓગાળવાનો આ મંત્ર છે. લાલસાને કાબૂમાં રાખવાનો સિદ્ધ મંત્ર છે. સાદા દેખાતા આ બે શબ્દોમાં ઘણું ઊંડાણ છુપાયું છે. જેમ-જેમ વિચારતા જઈએ, તેમ-તેમ એમાંથી નવા નવા અર્થ ઊઘડતા આવશે.
શું રાચીએ, જ્યાં ક્ષણનો પ્રસંગ !
For Private & Personal Use Only
ચિંતન : ૨૩
www.jainelibrary.org