________________
વ્યક્તિ માત્ર ક્રોધ-કામ-લોભ-મોહથી પરેશાન હોય છે. તે-તે દોષને આધીન થયેલા જીવને જોતાં, તેનામાં એ બધા દોષ છે તેવો અહેસાસ થાય છે ત્યારે ‘આ તો હવે નહીં બદલાય' - આવું વાક્ય, સ્વ માટે અને પરને માટે પણ, ‘કદાચ’ શબ્દની બારી રાખ્યા વિના બેધડક બોલે છે, માને છે, વર્તે છે.
ચાલો આપણે પ્રભુજીવી બનીએ
દોષો માટીપગા છે, ગુણો હાથીપગા છે
(1
પણ, સ્હેજ ઊંડાણમાં જઈએ તો જણાશે : એ દુર્ગુણ છે એ ખરું. અરે ! ઊણપ છે અને ઓછપ છે છતાં, તેનાથી હતાશ થવાનું નથી. એ કાયમી છે તેવું હરગિજ માનવાનું નથી. તે બધા દોષોની નિર્બળતા, નિર્ગુણતા અને નિઃસારતા દેખાઈ એટલે તે જિતાયા જ સમજો ! એ બધા જવા માટે જ આવ્યા છે. જુઓને ! ચંડકૌશિક ઉપર ક્રોધ કેવો સવાર થયો હતો ? કોઈને પણ લાગે કે તે ક્ષમાના દરિયા બની જશે ? પણ, ન બને તે બન્યું ને !
JEUNE TEKE
અને ભવદેવનો નાગિલા ઉપરનો રાગ તો કેવો ગાઢ લાગતો હતો ! પણ જંબૂસ્વામી થયા ત્યારે જીવ તો એ જ હતો. પણ વૈરાગ્યનો મહેરામણ ઊમટ્યોને ! એટલે, દોષોની સામે જંગે ચડવા કરતાં, એની ઉપેક્ષા જ ઉપાય છે.
૧૮ : પાઠશાળા
વિચારકોએ કહ્યું છે કે તે-તે દોષનો પ્રતિપક્ષ વિચારવો : ક્રોધની સામે ક્ષમાનો, માયાની સામે સ૨ળતાનો વિચાર કરવો. શત્રુને જીતવાનો આ પણ એક ઉપાય છે. શત્રુનો શત્રુ, મિત્ર –એ કહેવત અનુરૂપ તેની સામેના સાથેની દોસ્તી એ કામયાબ પુરવાર થશે. આનાં ઉદાહરણો અનેક છે. જેમણે એક છેડેથી જંગ છેડ્યો અને સામે છેડે વિજયની ધજા ફરકાવતાં છાતી કાઢીને ઊભા રહે છે. આપણે આવું કરવા જ આવ્યા છીએ. શરૂ કરીએ.
Jain Education International
દામોદર પ્રસાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org