________________
શુભસંકલ્પ કલ્પવૃક્ષ છે
જે કાંઈ અન્તરંગ મનમાં આકારિત કરવામાં આવે છે, તે બધું ક્યારે ને ક્યારે બહિરંગ જીવનમાં સાકાર થાય છે. અન્તર્મનોભૂમિ તો ભારે ફળદ્રુપ જમીન છે. જે બીજ વાવો તે ઊગે. જે સંકલ્પ-શુભ અથવા અશુભ-અંદર રોપો તે ઊગે. જો આવો જ નિયમ હોય તો, શુભનું જ વાવેતર કરવું જોઈએ.
શુભસંકલ્પ તો, કલ્પવૃક્ષની જેમ ફળે છે. એક શુભસંકલ્પ કરવામાં આવે, તેને તીવ્રતાથી, વારંવાર ઘૂંટવામાં આવે; તો તે સફળ થયા વિના ન રહે. કૂવાના કાંઠે કાળી શિલા હોય, તે રોજરોજ અનેકવાર દોરડાવડે એક જગ્યાએ ઘસાય તો, તે શિલા પર નિશાન પણ પડી જાય છે! હા, સંકલ્પને સફળ બનાવવાની શરત છે કે, તેને દૃઢતાથી વળગી રહેવું પડે. દીર્ઘકાળ સુધી ધીરજ ધરવી પડે, સ્મરણ-જળથી એનું નિરંતર સિંચન કરતા રહેવું પડે; તો એ જરૂર ફળે. દૂધમાં મેળવણ નાંખીને, તેની રૂપાંતરણની પ્રક્રિયાને સ્થિરતા-પૂર્વક આગળ વધવા દેવી પડે, તો દૂધ અણુએ અણુ દહીંરૂપે પરિણત થઈ જાય છે. તે જ રીતે, શુભસંકલ્પ પણ, વિધિપૂર્વકની માવજતથી સફળ થાય છે. જરૂર ઊગી નીકળે છે.
CHHAYA
૨૦: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
wwwijainelibrary.org