________________
ચાલો, આપણે પ્રભુજીવી બનીએ
જીવવું તો છે. જીવવા જેવું છે, માટે જીવવું છે. જીવવા માટે, આધાર તો જોઈશે. નિમિત્ત પણ જોઈશે.
જીવવાના આધાર અને નિમિત્તનો આ જગતમાં લીલો દુકાળ છે : ધન માટે જીવનાર છે અને ધનથી જીવનાર પણ છે. દવા વડે જીવનારા પણ છે.સત્તાના દોરદમામથી જીવનારા છે. અરે ! બુદ્ધિથી જીવનારા ‘બુદ્ધિજીવી’ તો પાર વિનાના મળે છે. તેઓ પોતાની જાતને ‘બુદ્ધિજીવી' તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે.
-- આવા બધાનો આપણને ખૂબ પરિચય છે.પણ... આપણે તો પ્રભુ માટે જીવનારા, પ્રભુ વડે જીવનારા ‘પ્રભુજીવી” બનવું છે. આજે જ્યારે ‘બુદ્ધિજીવી'ની ચારેકોર બોલબાલા છે ત્યારે, અને શ્રદ્ધાની કટોકટી પ્રવર્તતી હોય ત્યારે, “પ્રભુજીવી” બનવું સુખદાયી, શુભદાયી, શાતાદાયી અને શાંતિદાયી પુરવાર થશે. ચાલો, આજથી જ આપણે “પ્રભુજીવી” બનવાનો સંકલ્પ કરીએ
અને તે દિશામાં પહેલું ડગલું માંડીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org