________________
પ્રસાર પામો શુભ-લાભ વાતો!
uures
ઇ.
U
વહાલસોયા દીકરાના મુખથી પણ દંતવીણાના અવાજ સંભળાતા હોય તેવી કડકડતી ટાઢ પડે ત્યારે જ આપણે ગરમ ધાબળાનો વપરાશ શરૂ કરીએ છીએ.આગ લાગે ત્યારે, પાણી શોધવા દોડીએ એવા આપણે ! પરિસ્થિતિ સર્જાય તેનાથી રક્ષણ મેળવવા માટે, પ્રતિપક્ષી સાધનો જમા લઈએ છીએ ! ચોતરફ દુરિત ઉભરાઈ રહ્યું છે ત્યારે, શુભ તત્ત્વોની અત્યંત જરૂર છે. કદાચ, આજ પહેલાં આટલી તાતી જરૂરત ક્યારેય ન હતી. આપણા ચિત્તની ભોમકાની ભીતરમાં જન્મજન્માંતરના કેટકેટલા શુભ-અશુભ સંસ્કારો જમા થયેલા છે. બહાર પણ નિમિત્તોની વણનોતરી વણજાર છે. અંદર પડેલાં શુભ બીજોને ઉત્તેજન અને અશુભની ઉપેક્ષા એ જ માર્ગ જણાય છે. ખાસ કરીને નાનાં બાળકોને રાત્રે સૂતી વેળાએ
શુભ વાતો, કથાનકો અને શુભ શબ્દો સંભળાવવા. એ સમયે સંભળાવવામાં આવેલા શબ્દો, એમના જીવનનાં સ્વપ્નો બની રહે છે ! આ સ્વપ્નોનું જતન કરવું જરૂરી છે. એનાથી જ જીવન ઘડાય છે. બાળકના મનની ફળદ્રુપ ભોંયમાં ઉત્તમ બીજ વાવવું જોઈએ. સંસ્કારી માતા-પિતાની આ પહેલી ફરજ છે. ઘરમાં સારી-સારી વાતો જ થવી જોઈએ. આપણા શ્રીમુખેથી શુભ વાતોનો જ પ્રસાર થવો જોઈએ અત્તરની જેમ. નબળી અને નકામી વાતોને ઓવર-લૂક કરવી જરૂરી છે. આ વાતોને પુષ્ટ કરે એવી, ચાર લીટી મનમાં ઝબકી છે; સંભળાવું? સદા સદાચાર-સુશીલ-શૌર્યની, ઘરે-ઘરે વાત થતી રહે જ્યાં; સંતાન એવા શૂરવીર પાકે, બની રહે તે શણગાર દેશના.
રતિલાલ કાંસોદરિયા
Kansalai
૧૬: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org