________________
ક્યાં અટકવું એ જાણે, તેને આપત્તિ ના આવે
સી. નરેન
કહેવાય છે કે કહેવતોમાં સદીઓનું ડહાપણ સંઘરાયેલું હોય છે. આ વાત સાચી પણ છે. એકની એક કહેવત, પ્રસંગ-ભેદે, વ્યક્તિ-ભેદે, વય-ભેદે નવા-નવા અર્થને પ્રગટ કરે છે; નવો-નવો અર્થબોધ કરાવે છે. મથાળા પર લખ્યું એ વાક્ય પણ, કહેવતની એવી જ પંગતમાં બેસે તેવું છે. આ એક વાક્યમાં અનેકવિધ અર્થો સમાવાયા છે. સ્થળ રસોડાનું હોય, જમવાનું ચાલતું હોય, ભોજન પણ ભાવતું હોય, ત્યારે ઉપરનું વાક્ય જો યાદ આવી જાય તો, ઘણી તકલીફોમાંથી ઊગરી જવાય! કારણ કે વ્યાધિ-માત્રનું મૂળ રસાક્તિ (રસ પ્રત્યેની આસક્તિ) છે. અતિરેકથી જ રોગ થાય છે. રસમૂતાનિ વ્યાધN: I સ્થળ દુકાનનું હોય, વાત પૈસાની લેવડ-દેવડની હોય. જો અટકવાની જગ્યા જાણી લીધી હોય તો, મુશ્કેલી ન આવે. વાત જામી નહીં કે ઝગડો થયો --એવું કાંઈ ન થાય અને વાત વણસતાં અટકી જશે ! મનમંદિરમાં વિવેકનો દીપ પ્રગટેલો હશે તો, એના અજવાળે જાણી શકાશે કે ક્યાં અટકવું! આવો દીવો હંમેશાં પેટાવેલો રાખીએ.
૧૪ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org