________________
(૩૧)
કેટલા વિજ્ઞાન-કોવિદ હતા અને વિમાનાદિ અનેક કલાઓ બનાવવામાં અત્યન્ત નિપુણ હતા. વિજ્ઞાન પ્રાપ્તિની કેટલીય રીત કે માર્ગ છે. તે આવશ્યક નથી કે જે રીતે પશ્ચિમી વિદ્વાનો જે તથ્યો પર પહોંચ્યા છે તે જ એક વિધિ છે. આપણા પૂર્વજોએ અધિક સરળ વિધિઓથી તેટલી જ યોગ્યતા પ્રાપ્ત કરી હતી જેટલી આજકાલ પશ્ચિમી રીતે મોટા-મોટા ભવનો કે પ્રયોગશાળાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી રહી છે. એટલા માટે એતદેશીય વિદ્વાનો તથા વિજ્ઞાનવેત્તાઓને સાગ્રહ સવિનય અનુરોધ છે કે પોતાના જૂના પ્રાપ્ત સાહિત્યને વ્યર્થ તથા પછાત (Out of date) સમજી કાઢી ન નાખે પરંતુ ધ્યાન અને સંશોધનાત્મક દૃષ્ટિ તથા વિશ્વાસથી પરખે. અમારી ધારણા છે કે તેમનો પરિશ્રમ વ્યર્થ નહીં જાય અને બહુમૂલ્ય આવિષ્કાર પ્રાપ્ત થશે.
– ડૉ. એસ. કે. ભારદ્વાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org