________________
૩૨
લાક્ષણિક સાહિત્ય
૧. લઘુન્યાસ :
આ “સિ. શ.' પર હેમચંદ્રસૂરિના શિષ્ય આચાર્ય રામચંદ્રસૂરિએ પ૩,૦૦૦ શ્લોકપરિમાણ “લઘુન્યાસની આચાર્ય હેમચંદ્રસૂરિના સમય (વિ. ૧૩મી સદી)માં રચના કરી છે. ૨. લઘુન્યાસ :
સિ. શ.' પર ધર્મઘોષસૂરિએ ૯૦૦૦ શ્લોક-પ્રમાણ “લઘુન્યાસ'ની લગભગ ૧૪મી શતાબ્દીમાં રચના કરી છે. ન્યાસસારોદ્વાર-ટિપ્પણ
“સિ. શ.” પર કોઈ અજ્ઞાત આચાર્યે “ન્યાસસારોદ્વાર-ટિપ્પણ' નામની એક રચના કરી છે, જેની વિ. સં. ૧૨૭૯ની હસ્તલિખિત પ્રત મળે છે. હૈમઢુઢિકા : - “સિ. શ.' પર ઉદયસૌભાગ્યે ૨૩૦૦ શ્લોકાત્મક “હૈમટુંઢિકા’ નામની વ્યાખ્યાની રચના કરી છે. અષ્ટાધ્યાયતૃતીયપદ-વૃત્તિ:
સિ. શ.' પર આચાર્ય વિનયસાગરસૂરિએ “અષ્ટાધ્યાયતૃતીયપદ-વૃત્તિ નામની એક રચના કરી છે. હૈમલઘુવૃત્તિ-અવચૂરિઃ
- “સિ. શ.” ની “લઘુવૃત્તિ પર અવચૂરિ હોય તેમ જણાય છે. દેવેન્દ્રના શિષ્ય ધનચન્દ્ર દ્વારા ૨૨૧૩ શ્લોકાત્મક હસ્તલિખિત પ્રતિ વિ. સં. ૧૪૦૩માં લખાયેલી મળે છે. ચતુષ્કવૃત્તિ-અવચૂરિઃ - “સિ. શ.” ની ચતુષ્કવૃત્તિ પર કોઈ વિદ્વાને અવચૂરિની રચના કરી છે, જેનો ઉલ્લેખ “જૈન ગ્રંથાવલીના પૃ. ૩૦૦ પર છે. લઘુવૃત્તિ-અવચૂરિઃ
સિ. શ.” ની લઘુવૃત્તિના ચાર અધ્યાયો પર નંદસુંદર મુનિએ વિ.સં. ૧૫૧૦માં અવચૂરિની રચના કરી છે, જેની હસ્તલિખિત પ્રત મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org