________________
આયુર્વેદ
૨૨૭ નિમ્નોક્ત ગ્રંથો અને ગ્રંથકારોના નામોનો ઉલ્લેખ કલ્યાણકારક-કારે કર્યો છે:
૧. શાલાક્યતંત્ર – પૂજ્યપાદ ૨. શલ્યતંત્ર- પાત્રકેસરી ૩. વિષ તથા ઉગ્રગ્રહશમનવિધિ– સિદ્ધસેન ૪. કાય-ચિકિત્સા – દશરથ પ. બાલ-ચિકિત્સા – મેઘનાદ
૬. વૈદ્ય, વૃષ્ય તથા દિવ્યામૃત – સિંહનાદ નિદાનમુક્તાવલીઃ
વૈદ્યક-વિષયક “નિદાનમુક્તાવલી' નામક ગ્રંથમાં ૧. કાલારિષ્ટ અને ૨. સ્વસ્થારિષ્ટ– આ બે નિદાન છે. મંગલાચરણમાં આ શ્લોક છે :
रिष्टं दोषं प्रवक्ष्यामि सर्वशास्त्रेषु सम्मतम् ।
सर्वप्राणिहितं दृष्टं कालारिष्टं च निर्णयम् ॥ ગ્રંથમાં પૂજયપાદનું નામ નથી પરંતુ પ્રકરણ-સમાપ્તિ-સૂચક વાક્ય પૂજ્યપાવિરચિતમ્ એ પ્રમાણે છે.' મદનકામરત્નઃ
“મદનકામરત્ન' નામક ગ્રંથને કામશાસ્ત્રનો ગ્રંથ પણ કહી શકાય કેમકે હસ્તલિખિત પ્રતિના ૬૪ પત્રોમાંથી માત્ર ૧૨ પત્ર સુધી જ મહાપૂર્ણ ચંદ્રોદય, લોહ, અગ્નિકુમાર,
વરબલફણિગરુડ, કાલકૂટ, રત્નાકર, ઉદયમાર્તડ, સુવર્ણમાલ્ય, પ્રતાપલંકેશ્વર, બાલસૂર્યોદય અને અન્ય જવર વગેરે રોગોના વિનાશક રસોનું તથા કપૂરગુણ, મૃગારભેદ, કસ્તૂરીભેદ, કસ્તૂરીગુણ,કસૂર્યનુપાન, કસ્તૂરી પરીક્ષા વગેરેનું વર્ણન છે. બાકી પત્રોમાં કામદેવના પર્યાયવાચી શબ્દોના ઉલ્લેખ સાથે ૩૪ પ્રકારના કામેશ્વરરસનું વર્ણન છે. સાથે જ વાજીકરણ, ઔષધ, તેલ, લિંગવર્ધનલેપ, પુરુષવશ્યકારી ઔષધ, સ્ત્રીવશ્યભૈષજ, મધુરસ્વરકારી ઔષધ અને ગુટિકાના નિર્માણની વિધિ બતાવવામાં આવી છે. કામસિદ્ધિ માટે છ મંત્ર પણ આપવામાં આવ્યા
છે.
સમગ્ર ગ્રંથ પદ્યબદ્ધ છે. આના કર્તા પૂજયપાદ હોવાનું માનવામાં આવે છે પરંતુ તેઓ દેવનંદિથી ભિન્ન હોય એમ પ્રતીત થાય છે. ગ્રંથ અપૂર્ણ હોય તેમ જણાય છે. ૧. આની હસ્તલિખિત ૬ પત્રોની પ્રત મદ્રાસના રાજકીય પુસ્તકાલયમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org