________________
૨૩૧
આયુર્વેદ માઘરાજપદ્ધતિ:
માઘચન્દ્રદેવે “માઘરાજપદ્ધતિ' નામક ૧૦૦૦૦ શ્લોક-પ્રમાણ ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ પણ જોવામાં નથી આવ્યો. આયુર્વેદમહોદધિઃ
સુષેણ નામક વિદ્વાને “આયુર્વેદમહોદધિ' નામક ૧૧OO શ્લોક-પ્રમાણ ગ્રંથનું નિર્માણ કર્યું છે. આ નિઘટ્ટ-કોશગ્રંથ છે. ચિકિત્સોત્સવઃ
હંસરાજ નામક વિદ્વાને “ચિકિત્સોત્સવ' નામક ૧૭૦૦ શ્લક-પ્રમાણ ગ્રંથનું નિર્માણ કર્યું છે. આ ગ્રંથ જોવામાં નથી આવ્યો. નિઘટુકોશઃ
આચાર્ય અમૃતનંદિએ જૈન દૃષ્ટિથી આયુર્વેદની પરિભાષા બતાવવા માટે નિઘટુકોશ'ની રચના કરી છે. આ કોશમાં ૨૨000 શબ્દો છે. તે સકાર સુધી જ છે. આમાં વનસ્પતિઓના નામ જૈન પરિભાષા અનુસાર આપ્યા છે. કલ્યાણકારકઃ
આચાર્ય ઉગ્રાદિત્યે “કલ્યાણકારક' નામક આયુર્વેદવિષયક ગ્રંથની રચના કરી છે, જે આજે ઉપલબ્ધ છે. તેઓ શ્રીનંદિના શિષ્ય હતા. તેમણે પોતાના ગ્રંથમાં પૂજ્યપાદ, સમતભદ્ર, પાત્રસ્વામી, સિદ્ધસેન, દશરથગુર, મેઘનાદ, સિંહસેન વગેરે આચાર્યોનો ઉલ્લેખ કર્યો છે. “કલ્યાણકારકની પ્રસ્તાવનામાં ગ્રંથકારનો સમય છઠ્ઠી સદી પહેલાનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ ઉગ્રાદિ ગ્રંથના અંતે પોતાના સમયના રાજાનો ઉલ્લેખ આ મુજબ કર્યો છે ત્યશેષવિશેષવિશિષ્ટતુશિતાશિવૈદ્યરાત્રેપુ मांसनिराकरणार्थमुग्रादित्याचार्येण नृपतुङ्गवल्लभेन्द्रसभायामुद्घोषितं प्रकरणम् ।
નૃપતુર્વ રાષ્ટ્રકૂટ અમોઘવર્ષનું નામ હતું અને તે નવમી શતાબ્દીમાં વિદ્યમાન હતો. આથી ઉગ્રાદિત્યનો સમય પણ નવમી શતાબ્દી જ હોઈ શકે છે. પરંતુ આ ગ્રંથમાં નિરૂપિત વિષયની દષ્ટિ વગેરેથી તેમનો આ સમય પણ યોગ્ય નથી જણાતો, કેમકે રસયોગની ચિકિત્સાનો વ્યાપક પ્રચાર ૧૧મી સદી પછી જ મળે છે. એટલા માટે આ ગ્રંથ કદાચ ૧૨મી સદી પહેલાંનો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org