________________
પ્રાણીવિજ્ઞાન
૨૫૧
હાથી, ઘોડા, ગાય, બળદ, હંસ, સારસ, કોયલ, કબૂતર વગેરે ઉત્તમ પ્રકારના રાજસી ગુણવાળા છે. ચિત્તા, બકરા, મૃગ, બાજ વગેરે મધ્યમ રાજસ ગુણવાળા છે. રીંછ, ગેંડા, ભેંસ વગેરેમાં અધમ રાજસ ગુણ હોય છે. આ જ રીતે ઊંટ, ઘેટાં, કુતરાં, મરઘા વગેરે ઉત્તમ તામસ ગુણવાળા છે. ગીધ, તેતર વગેરે મધ્યમ તામસ ગુણયુક્ત હોય છે. ગધેડાં, સૂવ્વર, વાંદરાં, ગીધ, બિલાડી, ઉંદર, કાગડો વગેરે અધમ તામસ ગુણવાળા
પશુ-પક્ષીઓની અધિકતમ આયુષ્ય-મર્યાદા પણ આ પ્રમાણે બતાવવામાં આવી છેઃ હાથી ૧૦૦ વર્ષ, ગેંડો ૨૨, ઊંટ ૩૦, ઘોડો ૨૫, સિંહ-ભેંસ-ગાય-બળદ વગેરે ૨૦, ચિત્તો ૧૬, ગધેડું ૧૨, વાંદર-કુતરું-ભૂંડ ૧૦, બકરું ૯, હંસ ૭, મોર ૬, કબૂતર ૩ અને ઉંદર તથા સસલું ૧૧/, વર્ષ.
આ ગ્રંથમાં કેટલાય પશુ-પક્ષીઓનું રોચક વર્ણન કરવામાં આવ્યું છે. ઉદાહરણાર્થ સિંહનું વર્ણન આ મુજબ છે:
સિંહ છ પ્રકારના હોય છે – ૧. સિંહ, ૨ મૃગેન્દ્ર, ૩. પંચાસ્ય, ૪. હર્યક્ષ, ૫. કેસરી અને ૬. હરિ. તેમનાં રૂપ-રંગ, આકાર-પ્રકાર અને કામમાં કેટલીક ભિન્નતા હોય છે. કેટલાક ગાઢ જંગલોમાં તો કેટલાક ઊંચી પહાડીઓમાં રહે છે. તેમનામાં સ્વાભાવિક બળ હોય છે. જ્યારે તેમની ૬-૭ વર્ષની ઉંમર હોય છે ત્યારે તેમને વાસના બહુ સતાવે છે. તેઓ માદાને જોઈને તેનું શરીર ચાટે છે, પૂંછડી હલાવે છે અને કૂદાકૂદ કરી ખૂબ જોરથી ગર્જે છે. સંભોગનો સમય ઘણુંખરું અડધી રાતનો હોય છે. ગર્ભાવસ્થામાં થોડા સમય સુધી નર અને માદા સાથે-સાથે ઘૂમે છે. તે સમયે માદાની ભૂખ ઓછી થઈ જાય છે. શરીરમાં શિથિલતા આવવાથી શિકાર પ્રત્યે રુચિ ઓછી થઈ જાય છે. ૯થી ૧૨ મહિના પછી ફરી વસંતના અંતે અને ગ્રીષ્મ ઋતુના આરંભે પ્રસવ થાય છે. જો શરદ ઋતુમાં પ્રસૂતિ થઈ જાય તો બાળકો કમજોર રહે છે. એકથી લઈ પાંચ સુધીની સંખ્યામાં બચ્ચાંનો જન્મ થાય છે.
પહેલાં તો તેઓ માતાના દૂધ પર ઉછરે છે. ત્રણ-ચાર મહિનાનાં થતાં જ તેઓ ગર્જવા લાગે છે અને શિકારની પાછળ દોડવાનું શરૂ કરે છે. ચીકણાં અને કોમળ માંસ તરફ તેમની વધારે રુચિ હોય છે. બીજા-ત્રીજા વર્ષથી તેમની કિશોરાવસ્થાનો આરંભ થાય છે. તે સમયથી તેમની ક્રોધની માત્રા વધતી રહે છે. તેઓ ભૂખ સહન નથી કરી શકતાં, ભયને તો તેઓ જાણતા જ નથી. આથી તો તેઓ પશુઓના રાજા કહેવાય છે.
આ પ્રકારના સાધારણ વર્ણન પછી તેમના છ પ્રકારોમાંથી પ્રત્યેકની વિશેષતા બતાવવામાં આવી છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org