________________
૨૪૪
લાક્ષણિક સાહિત્ય
કોઈ પણ ફારસી કે અન્ય ગ્રંથકારે ઠકુર ફેરૂ જેટલા તથ્યો નથી આપ્યા, એટલા માટે આ ગ્રંથનું વિશેષ મહત્ત્વ છે. કેટલાય રત્નોના ઉત્પત્તિસ્થાન ફેરૂએ ૧૪મી સદીની આયાત-નિર્યાત સ્વયં જોઈ નિશ્ચિત કર્યા છે. રત્નોના તોલ અને મૂલ્ય પણ પ્રાચીન શાસ્ત્રોના આધારે નહિ, પરંતુ પોતાના સમયમાં પ્રચલિત વ્યવહારના આધારે બતાવ્યાં
આ ગ્રંથમાં રત્નોના ૧. પારાગ, ૨. મુક્તા, ૩. વિદ્ધમ, ૪. મરકત, ૫. પુખરાજ, ૬. હીરો, ૭. ઇન્દ્રનીલ, ૮. ગોમેદ અને ૯. વૈડૂર્ય – આ નવ પ્રકાર ગણાવ્યા છે (ગાથા ૧૪-૧૫). તે ઉપરાંત ૧૦. લહસુનિયા, ૧૧. સ્ફટિક, ૧૨. કર્કેતન અને ૧૩. ભીખ નામક રત્નોનો પણ ઉલ્લેખ કર્યો છે; ૧૪. લાલ, ૧૫. અકીક અને ૧૬. ફિરોજા – આ પારસી રત્નો છે. આ પ્રમાણે રત્નોની સંખ્યા ૧૬ છે. આમાં પણ મહારત્ન અને ઉપરત્ન – આ બે પ્રકારોનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ રત્નોનાં ૧. ઉત્પત્તિસ્થાન, ૨. આકર, ૩. વર્ણ-છાયા, ૪. જાતિ, ૫. ગુણદોષ, ૬. ફળ અને ૭. મૂલ્ય બતાવતાં વિજાતીય રત્નોનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
શૂર્પારક, કલિંગ, કોશલ અને મહારાષ્ટ્રમાં વજ નામક રત્ન; સિંહલ અને તુંબર વગેરે દેશોમાં મુક્તાફલ અને પધરાગમણિ; મલયપર્વત અને બર્બર દેશમાં મરકતમણિ; સિંહલમાં ઇન્દ્રનીલમણિ; વિંધ્ય પર્વત, ચીન, મહાચીન અને નેપાલમાં વિદ્ગમ; નેપાલ, કાશમીર અને ચીન વગેરેમાં લસણિયા, વૈડૂર્ય અને સ્ફટિક મળે છે.
સારા રત્ન સ્વાચ્ય, દીર્ઘજીવન, ધન અને ગૌરવ આપનાર હોય છે તથા સર્પ, જંગલી જાનવર, પાણી, આગ, વિદ્યુત, ઘા અને બીમારીથી મુક્ત કરે છે. ખરાબ રત્ન દુઃખદાયક હોય છે.
સૂર્યગ્રહ માટે પદ્મરાગ, ચંદ્રગ્રહ માટે મોતી, મંગલગ્રહ માટે મૂંગા, બુધગ્રહ માટે પન્ના, ગુરુગ્રહ માટે પુખરાજ, શુક્રગ્રહ માટે હીરા, શનિગ્રહ માટે નીલમ, રાહુગ્રહ માટે ગોમેદ અને કેતુગ્રહ માટે વૈડૂર્ય – આ રીતે ગ્રહો અનુસાર રત્ન ધારણ કરવાથી ગ્રહ પીડા આપતા નથી.
રત્નોના પરીક્ષકને માંડલિક કહેવામાં આવતા હતા અને આ લોકો રત્નોની પરસ્પર મેળવણી કરી તેની પરીક્ષા કરતા હતા.
પારસી રત્નોનું વિવરણ તો ફેરૂનું પોતાનું મૌલિક છે. પારાગના પ્રાચીન ભેદ ગણાવ્યા છે તેમાં “ચુન્ની’નો પ્રયોગ કર્યો છે, જેનો વ્યવહારઝવેરી લોકો આજે પણ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org