________________
પચીસમું પ્રકરણ
મુદ્રાશાસ્ત્ર
દ્રવ્યપરીક્ષા
શ્રીમાલવંશીય ઠક્કર ફેરૂએ વિ.સં.૧૩૭પમાં ‘દ્રવ્યપરીક્ષા' નામક ગ્રંથની પોતાના બંધુ અને પુત્ર માટે પ્રાકૃત ભાષામાં રચના કરી છે.
‘દ્રવ્ય પરીક્ષામાં ગ્રંથકારે સિક્કાઓના મૂલ્ય, તોલ, દ્રવ્ય, નામ અને સ્થાનનો વિશદ પરિચય આપ્યો છે. પહેલા પ્રકરણમાં ચાસણીનું વર્ણન છે. બીજા પ્રકરણમાં સ્વર્ણ, રજત વગેરે મુદ્રાશાસ્ત્રવિષયક ભિન્ન-ભિન્ન ધાતુઓના શોધનનું વર્ણન કર્યું છે. આ બે પ્રકરણોમાં ઠક્કર ફેરના રસાયણશાસ્ત્રસંબંધી ઊંડા જ્ઞાનનો પરિચય થાય છે. ત્રીજા પ્રકરણમાં મૂલ્યનો નિર્દેશ છે. ચોથા પ્રકરણમાં બધા પ્રકારની મુદ્રાઓનો પરિચય આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં પ્રાકૃત ભાષાની ૧૪૧ ગાથાઓમાં આ બધા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતમાં મુદ્રાઓનું પ્રચલન અતિ પ્રાચીન કાળથી છે. મુદ્રાઓ અને તેના વિનિમય વિશે સાહિત્યિક ગ્રંથો, તેમની ટીકાઓ અને જૈન-બૌદ્ધ અનુશ્રુતિઓમાં પ્રસંગવશાત્ અનેક વિગતો પ્રાપ્ત થાય છે. મુસ્લિમ તવારીખોમાં ક્યાંક-ક્યાંક ટંકશાળોનું વર્ણન પ્રાપ્ત થાય છે. પરંતુ મુદ્રાશાસ્ત્રના સમસ્ત અંગ-પ્રત્યંગો પર અધિકારપૂર્ણ પ્રકાશ પાડનાર આની સિવાય કોઈ ગ્રંથ અત્યાર સુધી ઉપલબ્ધ થયો નથી. આ દૃષ્ટિએ મુદ્રાવિષયક જ્ઞાનના ક્ષેત્રમાં સમગ્ર ભારતીય સાહિત્યમાં એકમાત્ર કૃતિ રૂપે આ ગ્રંથ મૂર્ધન્યકોટિમાં સ્થાન મેળવે છે.
છસો-સાતસો વર્ષ પહેલાં મુદ્રાશાસ્ત્ર-વિષયક સાધનોનો સર્વથા અભાવ હતો. તે સમયે ફેરૂએ આ વિષય પર સર્વાગપૂર્ણ ગ્રંથ લખી પોતાની ઈતિહાસવિષયક અભિરુચિનો સારો પરિચય આપ્યો છે.
ઠક્કર ફેરૂએ પોતાના ગ્રંથમાં સૂચિત કર્યું છે કે દિલ્હીની ટંકશાળમાં સ્થિત સિક્કાઓનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી તથા મુદ્રાઓની પરીક્ષા કરી તેમના તોલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org