________________
લાક્ષણિક સાહિત્ય
ઉગ્રાદિત્યે પ્રસ્તુત કૃતિમાં મધ, દારુ અને માંસનું અનુપાન છોડી ઔષધ વિધિ બતાવી છે. રોગક્રમ કે રોગ-ચિકિત્સાનું વર્ણન જૈનેતર આયુર્વેદના ગ્રંથોથી જુદું છે. આમાં વાત, પિત્ત અને કફની દૃષ્ટિથી રોગોનો ઉલ્લેખ છે. વાતરોગોમાં વાતસંબંધી બધા રોગ લખવાનો પ્રયત્ન કર્યો છે. પિત્તરોગોમાં જ્વર, અતિસારનો ઉલ્લેખ કર્યો છે. આ જ રીતે કફરોગોમાં કફ સંબંધિત રોગો છે. નેત્રરોગ, શિરોરોગ વગેરેનો ક્ષુદ્રરોગાધિકારમાં ઉલ્લેખ કર્યો છે. આ રીતે ગ્રંથકારે રોગવર્ણનમાં એક નવો ક્રમ અપનાવ્યો છે.
૨૩૨
આ ગ્રંથ ૨૫ અધિકારોમાં વિભક્ત છે ઃ ૧. સ્વાસ્થ્યરક્ષણાધિકાર, ૨. ગર્ભોત્પત્તિલક્ષણ, ૩. સૂત્રવ્યાવર્ણન, ૪. ધાન્યાદિગુણાગુણવિચાર, ૫. અન્નપાનવિધિ, ૬. રસાયનવિધિ, ૭. ચિકિત્સાસૂત્રાધિકાર, ૮. વાતરોગાધિકાર, ૯. પિત્તરોગાધિકાર, ૧૦. કફરોગાધિકા૨, ૧૧. મહામાયાધિકાર, ૧૨. વાતરોગાધિકાર, ૧૩-૧૭. ક્ષુદ્રરોગચિકિત્સા, ૧૮. બાલગ્રહભૂતતંત્રાધિકાર, ૧૯. વિષરોગાધિકાર, ૨૦. શાસ્ત્રસંગ્રહતંત્રયુક્તિ, ૨૧. કર્મચિકિત્સાધિકાર, ૨૨. ભેષજકોઁપદ્રવચિકિત્સાધિકાર, ૨૩. સર્વોષધકર્મવ્યાપશ્ચિકિત્સાધિકાર, ૨૪. ૨સરસાયનાધિકાર, ૨૫. કલ્પાધિકાર, પરિશિષ્ટ – રિષ્ટાધ્યાય, હિતાહિતાધ્યાય.૧
નાડીવિચાર ઃ
અજ્ઞાતકર્તૃક ‘નાડીવિચાર’ નામક કૃતિ ૭૮ પઘોમાં છે. પાટણના જ્ઞાનભંડારમાં આની પ્રત વિદ્યમાન છે. આનો પ્રારંભ ‘નત્વા વી’થી થાય છે આથી આ જૈનાચાર્યની કૃતિ હોવાનો નિર્ણય થાય છે. સંભવતઃ આ ‘નાડીવિજ્ઞાન’થી અભિન્ન છે.
નાડીચક્ર તથા નાડીસંચારજ્ઞાન :
‘નાડીચક્ર’ અને ‘નાડીસંચારજ્ઞાન’
આ બંને ગ્રંથોના કર્તાઓનો કોઈ ઉલ્લેખ નથી. બીજી કૃતિનો ઉલ્લેખ ‘બૃહટ્ટિપ્પણિકા’માં છે, એટલા માટે આ ગ્રંથ પાંચસો વર્ષ જૂનો ચોક્કસ છે.
નાડીનિર્ણય ઃ
અજ્ઞાતકર્તૃક ‘નાડીનિર્ણય' નામક ગ્રંથની ૫ પત્રોની હસ્તલિખિત પ્રત મળે છે. વિ.સં.૧૮૧૨માં ખરતરગચ્છીય પં. માનશેખર મુનિએ આ ગ્રંથની પ્રતિલિપિ કરી
૧. આ ગ્રંથ હિંદી અનુવાદ સાથે સેઠ ગોવિંદજી રાવજી દોશી, સખારામ નેમચંદ ગ્રંથમાલા, સોલાપુરે (અનુ. વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રી)સન્ ૧૯૪૦માં પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org