________________
૨૪૦
લાક્ષણિક સાહિત્ય
સૂક્તિસંચય વગેરે ગ્રંથો પણ રચ્યા છે પરંતુ તેમાંથી એક પણ ગ્રંથ પ્રાપ્ત થયો નથી. “યશક્તિલકચયૂ' જે વિ.સં. ૧૦૧૬માં તેમણે રચેલ તે ઉપલબ્ધ છે. નીતિવાક્યામૃત'ની પ્રશસ્તિમાં જે “યશોધરચરિત'નો ઉલ્લેખ છે તે જ આ યશસ્તિલકચયૂ' છે. આ ગ્રંથ સાહિત્ય-વિષયમાં ઉત્કૃષ્ટ છે. તેમાં કેટલાય કવિઓ, વૈયાકરણ, નીતિશાસ્ત્ર-પ્રણેતાઓના નામોનો ઉલ્લેખ છે, જેમનું ગ્રંથકારે અધ્યયનપરિશીલન કર્યું હતું.
નીતિશાસ્ત્રના પ્રણેતાઓમાં ગુરુ, શુક્ર, વિશાલાક્ષ, પરીક્ષિત, પરાશર, ભીમ, ભીખ, ભારદ્વાજ વગેરેનો ઉલ્લેખ છે. યશોધર મહારાજાનું ચરિત્ર-ચિત્રણ કરતાં આચાર્યે રાજનીતિની બહુજ જ વિશદ અને વિસ્તૃત ચર્ચા કરી છે. “યશસ્તિલકનો તૃતીય આશ્વાસ રાજનીતિના તત્ત્વોથી ભરેલો છે.
સોમદેવસૂરિ પોતાના સમયના વિશિષ્ટ વિદ્વાન હતા, તે તેમના આ બે ગ્રંથોથી સ્પષ્ટ પ્રતીત થાય છે. નીતિવાક્યામૃત-ટીકાઃ
નીતિવાક્યામૃત' પર હરિબલ નામક વિદ્વાને વૃત્તિની રચના કરી છે. તેમાં અનેક ગ્રંથોનાં ઉદ્ધરણ આપવાથી તેની ઉપયોગિતા વધી ગઈ છે. જે કૃતિઓનો આમાં ઉલ્લેખ છે તેમાંથી કેટલીય આજે ઉપલબ્ધ નથી. ટીકાકારે બહુશ્રુત વિદ્વાન હોવા છતાં પણ એક જ શ્લોક ત્રણ-ત્રણ આચાર્યોના નામે ઉદ્ધત કર્યો છે.
તેમણે “કાકતાલીયનો વિચિત્ર અર્થ કર્યો છે. “વવધા કૃત્યોત્થાપનમિત્ત...' આમાં “કૃત્યોત્થાપના'નો પણ વિલક્ષણ અર્થ બતાવ્યો છે.'
સંભવતઃ ટીકાકાર અજૈન હોવાથી કેટલીય પરિભાષાઓથી અનભિજ્ઞ હતા, ફળ સ્વરૂપે તેમની પોતાની વ્યાખ્યામાં આવી કેટલીય ત્રુટિઓ રહી છે. લઘુ-અહંન્નીતિઃ
પ્રાકૃતમાં રચવામાં આવેલ “બૃહદઈન્નીતિશાસ્ત્રના આધારે આચાર્ય હેમચન્દ્રસૂરિએ કુમારપાલ મહારાજા માટે આ નાના એવા “લઘુ-અન્નીતિ' ગ્રંથનું સંસ્કૃત પદ્યમાં પ્રણયન કર્યું હતું. ૧. આ ટીકા-ગ્રંથ મૂલસહિત નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી પ્રકાશિત થયો હતો. પછી
માણિકચન્દ્ર જૈન ગ્રંથમાલામાં બે ભાગમાં વિ.સં.૧૯૭૯માં પ્રકાશિત થયો છે. ૨. જુઓ – “જૈન સિદ્ધાંત-ભાસ્કર' ભાગ ૧૫, કિરણ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org