________________
વિસમું પ્રકરણ
આયુર્વેદ
સિદ્ધાન્તરસાયનકલ્પઃ
| દિગમ્બરાચાર્ય ઉગ્રાદિત્યે કલ્યાણકારક' નામક વૈદ્યકગ્રંથની રચના કરી છે. તેના વીસમા પરિચ્છેદ (શ્લો. ૮૬)માં સમતભદ્ર “સિદ્ધાન્તરસાયનકલ્પ'ની રચના કરી હતી, એવો ઉલ્લેખ છે. આ અનુપલબ્ધ ગ્રંથના જે અવતરણ અહીં-તહીં મળે છે તે જો એકત્રિત કરવામાં આવે તો બે-ત્રણ હજાર શ્લોક-પ્રમાણ થઈ જાય. કેટલાક વિદ્વાનો માને છે કે આ ગ્રંથ ૧૮૦૦૦ શ્લોક-પ્રમાણ હતો. આમાં આયુર્વેદના આઠ અંગો – કાય, બલ, ગ્રહ, ઊર્ધ્વગ, શલ્ય, દંષ્ટ્રા, જરા અને વિષ–ના વિષયમાં વિવેચન હતું જેમાં જૈન પારિભાષિક શબ્દોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દોના સ્પષ્ટીકરણ માટે અમૃતનંદિએ એક કોશ-ગ્રંથની રચના પણ કરી હતી જે આખો પ્રાપ્ત નથી થયો. પુષ્પાયુર્વેદઃ
આચાર્ય સમંતભદ્રપરાગરહિત ૧૮000પ્રકારના પુષ્પો વિશે “પુષ્પાયુર્વેદ' નામક ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ આજે નથી મળતો. અષ્ટાંગસંગ્રહઃ
સમંતભદ્રાચાર્ય “અષ્ટાસંગ્રહ' નામક આયુર્વેદનો વિસ્તૃત ગ્રંથ રચ્યો હતો, એવો કલ્યાણકારક'ના કર્તા ઉગ્રાદિત્યે ઉલ્લેખ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે તે “અષ્ટાકસંગ્રહનું અનુસરણ કરી મેં “કલ્યાણકારક ગ્રંથ સંક્ષેપમાં રચ્યો છે.' ૧. ગષ્ટમીત્ર મામ,
प्रोक्तं सविस्तरमथो विभवैः विशेषात् । संक्षेपतो निगदितं तदिहात्मशक्त्या,
कल्याणकारकमशेषपदार्थयुक्तम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org