________________
૨૨૮
નાડીપરીક્ષા :
આચાર્ય પૂજયપાદે ‘નાડીપરીક્ષા' નામક ગ્રંથની રચના કરી છે, એવો ‘જિનરત્નકોશ’ પૃ. ૨૧૦માં ઉલ્લેખ છે. આ કૃતિ તેમના કોઈ વૈદ્યક-ગ્રંથના વિભાગ રૂપે પણ હોઈ શકે છે.
કલ્યાણકારક :
લાક્ષણિક સાહિત્ય
પૂજ્યપાદે ‘કલ્યાણકા૨ક' નામક વૈદ્યક-ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ અનુપલબ્ધ છે. આમાં પ્રાણીઓના દેહજ દોષોને નષ્ટ કરવાની વિધિ બતાવવામાં આવી હતી. ગ્રંથકારે પોતાના ગ્રંથમાં જૈન પ્રક્રિયાનું જ અનુસરણ કર્યું હતું. જૈન પ્રક્રિયા કંઈક ભિન્ન છે, જેમકે – ‘સુતં જેરિન્ધ મૃનવાસારદ્વ્રમમ્' – આ રસસિન્દૂર તૈયાર કરવાનો પાઠ છે. આમાં જૈન તીર્થંકરોનાં ભિન્ન-ભિન્ન ચિહ્નોથી પરિભાષા બતાવવામાં આવી છે. મૃગ વડે ૧૬નો અર્થ લેવામાં આવ્યો છે, કેમકે સોળમા તીર્થંકરનું લાંછન મૃગ છે.
મેરુદણ્ડતંત્ર ઃ
ગુમ્મટદેવ મુનિએ ‘મેરુદણ્ડતંત્ર’ નામક વૈદ્યક-ગ્રંથની રચના કરી છે. આમાં તેમણે પૂજ્યપાદના નામનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
યોગરત્નમાલા-વૃત્તિ ઃ
નાગાર્જુને ‘યોગરત્નમાલા' નામક વૈદ્યકગ્રંથની રચના કરી છે. તેના ૫૨ ગુણાકરસૂરિએ વિ.સં.૧૨૯૬માં વૃત્તિ રચી છે, એવું પિટર્સનના રિપોર્ટથી જાણવા મળે છે.
અષ્ટાઽહૃદય-વૃત્તિ ઃ
વાગ્ભટનામક વિદ્વાને ‘અષ્ટાંગહૃદય’ નામક વૈદ્યક-વિષયક પ્રામાણિક ગ્રંથ રચ્યો છે. તેના ૫૨ આશાધર નામક દિગંબર જૈન ગૃહસ્થ વિદ્વાને ‘ઉદ્યોત’ વૃત્તિની રચના કરી છે. આ ટીકા-ગ્રંથ લગભગ વિ.સં.૧૨૯૬ (સન્ ૧૨૪૦)માં લખવામાં આવ્યો છે. પિટર્સને આશાધરના ગ્રંથોમાં આનો પણ ઉલ્લેખ કર્યો છે.
યોગશત-વૃત્તિ ઃ
વરરુચિ નામક વિદ્વાને ‘યોગશત’ નામક વૈદ્યક-ગ્રંથની રચના કરી છે. તેની પર પૂર્ણસેને વૃત્તિ રચી છે. આમાં બધા પ્રકારના રોગોનાં ઔષધ બતાવવામાં આવ્યા છે. ૧. પિટર્સન ઃ રિપોર્ટ ૩, એપેન્ડિક્ષ, પૃ. ૩૩૦ અને રિપોર્ટ ૪, પૃ. ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org