________________
૯૦
લાક્ષણિક સાહિત્ય
કરવા બદલ અકબરે તેમને સમ્માનિત કર્યા હતા તથા તેમને માટે આગ્રામાં એક ધર્મસ્થાનક બનાવડાવી આપ્યું હતું. ઉપાધ્યાય પદ્મસુંદર જયોતિષ, વૈદક, સાહિત્ય અને તર્ક આદિ શાસ્ત્રોના ધુરંધર વિદ્વાન હતા. તેમની પાસે આગ્રામાં વિશાળ શાસ્ત્રસંગ્રહ હતો. તેમનો સ્વર્ગવાસ થયા પછી સમ્રાટ અકબરે તે શાસ્ત્રસંગ્રહ આચાર્ય હીરવિજયસૂરિને સમર્પિત કર્યો હતો. શબ્દભેદનામમાલા:
મહેશ્વર નામના વિદ્વાને “શબ્દભેદનામમાલા'ની રચના કરી છે. તેમાં સંભવતઃ થોડા અંતરવાળા શબ્દો જેવા કે-ત્ર, મા, એIR, WIR, ગતિ, કીતિ આદિ એકાર્થક શબ્દોનો સંગ્રહ હશે. શબ્દભેદનામમાલા-વૃત્તિ:
“શબ્દભેદનામમાલા પર ખરતરગચ્છીય ભાનુમેરુના શિષ્ય જ્ઞાનવિમલસૂરિએ વિ. સં. ૧૬૫૪માં ૩૮૦૦ શ્લોક પ્રમાણ વૃત્તિગ્રંથની રચના કરી છે. નામસંગ્રહઃ
ઉપાધ્યાય ભાનુચંદ્રગણિએ “નામસંગ્રહ' નામક કોશની રચના કરી છે. તેને નામમાલા-સંગ્રહ” અથવા “વિવિક્તનામ-સંગ્રહ' પણ કહે છે આ “નામમાલાને ઘણા વિદ્વાનો “ભાનુ ચંદ્ર-નામમાલા'ના નામથી પણ ઓળખે છે. આ કોશમાં “અભિધાન-ચિંતામણિ'ની જેમ છ કાંડ છે અને કાંડોના શીર્ષક પણ તે જ પ્રમાણે છે. ઉપાધ્યાય ભાનચંદ્ર મુનિ સૂરચંદ્રના શિષ્ય હતા. તેમને વિ.સં. ૧૬૪૮માં લાહોરમાં ઉપાધ્યાયની પદવી આપવામાં આવી હતી. તેઓ સમ્રાટ અકબરને સ્વરચિત સૂર્યસહસ્રનામ' પ્રત્યેક રવિવારે સંભળાવતા હતા. તેમના રચેલા અન્ય ગ્રંથો આ પ્રમાણે છે :
૧. રત્નપાલકથાનક (વિ.સં. ૧૬૬૨), ૨. સૂર્યસહસ્રનામ, ૩. કાદમ્બરીવૃત્તિ, ૪. વસન્તરાજશાકુન-વૃત્તિ, પ. વિવેકવિલાસ-વૃત્તિ, ૬. સારસ્વત વ્યાકરણ-વૃત્તિ. શારદીયનામમાલાઃ
નાગપુરીય તપાગચ્છના આચાર્ય ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિએ શારદીયનામમાલા” કે “શારદીયાભિધાનમાલા નામના કોશ-ગ્રંથની રચના ૧૭મી શતાબ્દીમાં કરી છે. તેમાં લગભગ ૩૦૦ શ્લોકો છે.
૧. જુઓ - જૈન ગ્રંથાવલી, પૃ. ૩૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org