________________
અલંકાર
૧૦૩
કાવ્યાનુશાસન-વૃત્તિ (વિવેક):
વિશિષ્ટ પ્રકારના વિદ્વાનો માટે હેમચંદ્ર સ્વયં આ જ “કાવ્યાનુશાસન” પર “વિવેક નામની વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિરચનાનો હેતુ જણાવતા હેમચંદ્ર આ પ્રમાણે કહ્યું છે :
विवरीतुं क्वचिद् दृब्धं नवं संदर्भितुं वचित् ।
काव्यानुशासनस्यायं विवेकः प्रवितन्यते ॥ આ “વિવેક' વૃત્તિમાં આચાર્યે ૬૨૪ ઉદાહરણ અને ૨૦૧ પ્રમાણ આપ્યા છે. તેમાં બધા જ વિવાદાસ્પદ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. અલંકારચૂડામણિ-વૃત્તિ (કાવ્યાનુશાસન-વૃત્તિ) :
ઉપાધ્યાય યશોવિજયગણિએ આચાર્ય હેમચંદ્રસૂરિના “કાવ્યાનુશાસન' પર અલંકારચૂડામણિ-વૃત્તિની રચના કરી છે, તેવું તેમના પ્રતિમાશતક'ની સ્વોપજ્ઞા વૃત્તિમાં ઉલ્લિખિત “પ્રપતિં વૈતત્વરવૂડમનિવૃત્તવિધિ:' થી જાણી શકાય છે. આ ગ્રંથ પણ હજી સુધી પ્રાપ્ત થયો નથી. કાવ્યાનુશાસન-વૃત્તિઃ
કાવ્યાનુશાસન' પર આચાર્ય વિજયલાવણ્યસૂરિએ સ્વોપજ્ઞ બંને વૃત્તિઓના આધારે એક નવી વૃત્તિની રચના કરી છે, જેનો પ્રથમ ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે. કાવ્યાનુશાસન-અવચૂરિ :
કાવ્યાનુશાસન' પર આચાર્ય વિજયલાવણ્યસૂરિના પ્રશિષ્ય આચાર્ય વિજયસુશીલસૂરિએ નાની એવી “અવચૂરિ'ની રચના કરી છે. કલ્પલતા :
કલ્પલતા' નામના સાહિત્યિક ગ્રંથ પર “કલ્પલતાપલ્લવ' અને ‘કલ્પપલ્લવશેષ' નામની બે વૃત્તિઓ લખાઈ છે, તેવું ‘કલ્પપલ્લવશેષ'ની હસ્તલિખિત પ્રતથી જ્ઞાત થાય છે. વિ.સં. ૧૨૦૫માં તાડપત્ર પર લખાયેલી પ્રત જેસલમેરના હસ્તલિખિત ગ્રંથભંડારમાંથી પ્રાપ્ત થઈ છે, આથી કલ્પલતાનો રચના કાળ વિ.સં. ૧૨૦૫ પૂર્વેનો માનવો ઉચિત છે.
કલ્પલતા'ના રચયિતા કોણ હતા, તેનો “કલ્પપલ્લવશેષમાં ઉલ્લેખ ન હોવાથી રચનાકારના વિષયમાં કશી જ ખબર નથી પડતી. વાદી દેવસૂરિએ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org