________________
લાક્ષણિક સાહિત્ય
આ પદ્ય પરથી એ પણ જાણ થાય છે કે કવિ અરિસિંહે ‘કવિતારહસ્ય’ નામના સાહિત્યિક ગ્રંથની રચના કરી હતી. પરંતુ આ ગ્રંથ હજી સુધી પ્રાપ્ત થયો નથી.
૧૧૨
કવિ જલ્હણની ‘સુક્તિમુક્તાવલી'માં અરસી ઠક્કુરના ચાર સુભાષિતો ઉદ્ધૃત છે. તેમાં ઉલ્લિખિત ‘અરસી’ અરિસિંહ જ હોવાનું કેટલાક વિદ્વાનોનું અનુમાન છે. ‘કવિશિક્ષા’માં ૪ પ્રતાન, ૨૧ સ્તબક અને ૭૯૮ સૂત્રો છે.
કાવ્યકલ્પલતા-વૃત્તિ :
સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોની રચના કરનાર, જૈન-જૈનેતર વર્ગમાં પોતાની વિદ્વત્તાથી ખ્યાતિ પ્રાપ્તિ કરનાર અને ગુર્જર નરેશ વિશલદેવ (વિ.સં. ૧૨૪૩ થી ૧૨૯૧)ની રાજ્યસભાને અલંકૃત કરનારા વાયડગચ્છીય આચાર્ય જિનદત્તસૂરિના શિષ્ય આચાર્ય અમરચંદ્રસૂરિએ પોતાના કલાગુરુ કવિ અરિસિંહના ‘કવિતારહસ્ય’ને ધ્યાનમાં રાખીને ‘કવિશિક્ષા’ નામના ગ્રંથની શ્લોકમય સૂત્રબદ્ધ રચના કરી, જેમાં કેટલાક સૂત્રો કવિ અરિસિંહના અને કેટલાક સૂત્રો આચાર્ય અમરચંદ્રસૂરિનાં જણાવ્યા
છે.
આ ‘કવિશિક્ષા’ ૫૨ આચાર્ય અમરચંદ્રસૂરિએ સ્વયં ૩૩૫૭ શ્લોક-પરિમાણ કાવ્યકલ્પલતા-વૃત્તિ' ની રચના કરી છે. તેમાં ૪ પ્રતાન, ૨૧ સ્તબક અને ૭૯૮ સૂત્રો આ પ્રમાણે છે :
પ્રથમ છંદઃસિદ્ધિ પ્રતાન છે. તેમાં ૧. અનુષ્ટુશાસન, ૨. છંદોડભ્યાસ, ૩. સામાન્યશબ્દ, ૪. વાદ અને ૫. વર્ણસ્થિતિ—આ પ્રમાણે ૫ સ્તબક ૧૧૩ શ્લોકબદ્ધ સૂત્રોમાં છે.
બીજું પ્રતાન શબ્દસિદ્ધિ છે. તેમાં ૧. રૂઢ-યૌગિક-મિશ્રશબ્દ, ૨. યૌગિકનામમાલા, ૩. અનુપ્રાસ અને ૪. લાક્ષણિક—આ રીતે ૪ સ્તબક ૨૦૬ શ્લોકબદ્ધ સૂત્રોમાં છે.
ત્રીજું પ્રતાન શ્લેષ-સિદ્ધિ છે. તેમાં ૧. શ્લેષ-વ્યુત્પાદન, ૨. સર્વવર્ણન, ૩. ઉદ્દિષ્ટવર્ણન, ૪. અદ્ભુતવિધિ અને ૫. ચિત્રપ્રપંચ—આ રીતે પાંચ સ્તબક ૧૮૯ શ્લોકબદ્ધ સૂત્રોમાં છે.
૧. આ કૃતિ ‘કવિકલ્પલતાવૃત્તિ’ નામથી ચૌખંબા સંસ્કૃત સિરીઝ, કાશીથી છપાઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org