________________
છંદ
૧૫૧
શ્રુતબોધ'માં આઠ ગણો તેમ જ ગુરુ લઘુ વર્ષોનાં લક્ષણો બતાવીને આર્યા આદિ છંદોથી પ્રારંભ કરી યતિનો નિર્દેશ કરતા સમવૃત્તોનાં લક્ષણો બતાવવામાં આવ્યા છે.
આ કૃતિ પર જૈન લેખકોએ નિમ્નોક્ત ટીકાઓની રચના કરી છે :
૧. નાગપુરીય તપાગચ્છના ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિએ વિક્રમની ૧૭મી શતાબ્દીમાં વૃત્તિની રચના કરી છે. ટીકાના અંતમાં વૃત્તિકારે પોતાનો પરિચય આ પ્રમાણે આપ્યો છે : श्रीमन्नागपुरीयपूर्वकतपागच्छाम्बुजाहस्कराः ।
નૂરીન્દ્રા: [દ્ર] શક્તિપુરો વિશ્વત્રથીવિકૃતા: I तत्पादाम्बुरुहप्रसादपदतः श्रीहर्षकीया॑ह्वयो
· पाध्यायः श्रुतबोधवृत्तिमकरोद् बालावबोधाय वै ॥ ૨. નવિમલસૂરિએ વિ. ૧૭મી શતાબ્દીમાં વૃત્તિની રચના કરી છે. ૩. વાચક મેઘચંદ્રના શિષ્ય વૃત્તિ રચી છે. ૪. મુનિ કાંતિવિજયે વૃત્તિ રચી છે. ૫. માણિક્યમલ્લે વૃત્તિનું નિર્માણ કર્યું છે. વૃત્તરત્નાકર-શૈવ શાસ્ત્રોના વિદ્વાન પબ્લેકના પુત્ર કેદાર ભર સંસ્કૃત પદ્યોમાં વૃત્તરત્નાકર'ની રચના સન્ ૧૦૦૦ની આસપાસમાં કરી છે. તેમાં કર્તાએ છંદવિષયક ઉપયોગી સામગ્રી આપી છે. આ કૃતિ 1. સંજ્ઞા, ૨. માત્રાવૃત્ત, ૩. સમવૃત્ત, ૪. અર્ધસમવૃત્ત, ૫. વિષમવૃત્ત અને ૬. પ્રસ્તાર- આ છ અધ્યાયોમાં વિભક્ત છે.
તેના પર જૈન લેખકોએ નિમ્નલિખિત ટીકાઓ લખી છે :
૧. આસડ નામના કવિએ “વૃત્તરત્નાકર” પર “ઉપાધ્યાયનિરપેક્ષા' નામની વૃત્તિની રચના કરી છે. આસડની નવરસથી ભરપૂર કાવ્યવાણી સાંભળીને રાજસભ્યોએ તેમને “સભાશૃંગાર'ની પદવીથી અલંકૃત કર્યા હતા. તેમણે “મેઘદૂત” કાવ્ય પર સુંદર ટીકા ગ્રંથની રચના કરી હતી. પ્રાકૃત ભાષામાં “વિવેકમંજરી' અને
ઉપદેશકન્ડલી' નામના બે પ્રકરણ ગ્રંથ પણ રચ્યા હતા. તેઓ વિ.સં. ૧૨૪૮માં વિદ્યમાન હતા.
૨. વાદી દેવસૂરિના સંતાનીય જયમંગલસૂરિના શિષ્ય સોમચંદ્રગણિએ વિ.સં.
૧. આ ટીકાની એક હસ્તલિખિત ૭ પત્રોની પ્રતિ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ
ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. ૨. વેવાઈૌવશાસ્ત્રજ્ઞ: પવૅકોડમૂ દિનોત્તમઃ
तस्य पुत्रोऽस्ति केदार: शिवपादार्चने रतः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org