________________
જ્યોતિષ
૧૮૫ તેમાં મુશિલ, મચકૂલ, શૂર્વાવ-ઉસ્તરલાવ આદિ સંજ્ઞાઓના પ્રયોગ મળે છે, જે મુસ્લિમ પ્રભાવનું સૂચન કરે છે. તેમાં નિમ્ન વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે:
સ્થાનબળ, કાયબળ, દષ્ટિબળ, દિફફળ, ગ્રેહાવસ્થા, ગ્રહમૈત્રી, રાશિવૈચિત્ર્ય, પવર્ગશુદ્ધિ, લગ્નજ્ઞાન, અંશકલ, પ્રકારાન્તરથી જન્મદશાફળ, રાજયોગ, ગ્રહસ્વરૂપ, દ્વાદશ ભાવોની તત્ત્વચિંતા, કેન્દ્રવિચાર, વર્ષફળ, નિધાનપ્રકરણ, સેવધિપ્રકરણ, ભોજનપ્રકરણ, ગ્રામપ્રકરણ, પુત્રપ્રકરણ, રોગપ્રકરણ, જયાપ્રકરણ, સુરતપ્રકરણ, પરચંક્રમણ, ગમનાગમન, ગજ-અશ્વ-ખગ આદિ ચક્રયુદ્ધપ્રકરણ, સંધિવિગ્રહ, પુષ્પનિર્ણય, સ્થાનદોષ, જીવિતમૃત્યુફળ, પ્રવાહણપ્રકરણ, વૃષ્ટિપ્રકરણ, અર્ધકાંડ, સ્ત્રીલાભપ્રકરણ આદિ.' ગ્રંથના એક પદ્યમાં કર્તાએ પોતાનું નામ આ પ્રકારે ગૂંથી લીધું છે.
श्रीहेलाशालिनां योग्यमप्रभीकृतभास्करम् ।
भसूक्ष्मेक्षिकया चक्रेऽरिभिः शास्त्रमदूषितम् । આ શ્લોકના પ્રત્યેક ચરણના અંતિમ બંને વર્ગોમાં “શ્રીહેમપ્રભસૂરિ' નામ અન્તનિહિત છે. જોઈસહીર (જ્યોતિષહીર):
“જોઈસહીર' નામક પ્રાકૃત ભાષાના ગ્રંથ-કર્તાનું નામ જાણી શકાતું નથી. તેમાં ૨૮૭ ગાથાઓ છે. ગ્રંથના અંતમાં લખ્યું છે કે “પ્રથમપ્રક્રી સમસ” જેથી ખ્યાલ આવે છે કે આ ગ્રંથ અધૂરો છે. તેમાં શુભાશુભ તિથિ, ગ્રહની સબળતા, શુભ ઘડીઓ, દિનશુદ્ધિ, સ્વરજ્ઞાન, દિશાશૂલ, શુભાશુભ યોગ, વ્રત આદિ ગ્રહણ કરવાનું મુહૂર્ત, સૌર કર્મનું મુહૂર્ત અને ગ્રહ-ફળ આદિનું વર્ણન છે. જ્યોતિસાર (જોઈઅહીર) :
“જ્યોતિસાર' (જોઈસવીર) નામના ગ્રંથની રચના ખરતરગચ્છીય ઉપાધ્યાય દેવતિલકના શિષ્ય મુનિ હરકલશે વિ.સં. ૧૯૨૧માં પ્રાકૃતમાં કરી છે. આમાં ૧. આ ગ્રંથ કુશલ એસ્ટ્રોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, લાહોરથી હિન્દી અનુવાદસહિત
પ્રકાશિત થયેલ છે. પં. ભગવાનદાસ જૈને “જૈન સત્યપ્રકાશ' વર્ષ ૧૨, અંક ૧૨માં અનુવાદમાં વધારે ભૂલો હોવા અંગે “મૈલોક્યપ્રકાશ કા હિન્દી અનુવાદ શીર્ષક લેખ લખ્યો
૨. આ ગ્રન્થ પં. ભગવાનદાસ જૈન દ્વારા હિન્દીમાં અનુવાદિત થઈને નરસિંહ પ્રેસ,
કલકત્તાથી પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org